ગુજરાત

gujarat

ETV Bharat / bharat

T-20 વર્લ્ડ કપ ફાઈનલના હિરો ઈરફાન પઠાણે કરી નિવૃત્તિની જાહેરાત - ઈરફાન પઠાણની નિવૃત્તિ

નવી દિલ્હી: ઈરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઈરફાને આ જાહેરાત એક ટીવી શો દરમિયાન કરી છે.

ETV BHARAT
ઈરફાન પઠાણ

By

Published : Jan 4, 2020, 9:15 PM IST

ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારત માટે પઠાણ 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 T-20 મેચ રમ્યા છે.

તેમણે કહ્યું કે, હું આપણી ટીમના તમામ સાથીઓનો આભાર માનું છું. મને ખબર નહોતી કે, હું વડોદરાથી આવીશ અને સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ સાથે રમવાની તક મળશે. હું મારા પરિવાર, કોચ, ટીમના સાથીઓ અને સૌથી વધુ પ્રસંસકોનો આભાર વ્યક્ત કરવા માગુ છું.

ઉલ્લેખનીય છે કે, ઈરફાન 2004ના પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન સમાચારમાં છવાયા હતા. તેઓ ભારતના ઘણા મહત્વના મૅચ જીતના ભાગીદાર રહ્યા. જેમાં 2007નો T-20 વર્લ્ડ કપ સામેલ છે. ઈરફાન ટેસ્ટમાં ભારત તરફથી હેટ્રીક મેળવનારા બીજા બૉલર છે. તેમણે 2006માં કરાચી ટેસ્ટમાં પ્રથમ ઑવરમાં જ હેટ્રીક મેળવી હતી. ઈરફાનની ગણતરી ભારતના દિગ્ગજ ખેલાડીઓમાં કરવામાં આવે છે. ઈરફાન ભારત માટે અંતિમ ટેસ્ટ 2008માં રમ્યા હતા. જે દક્ષિણ આફ્રિકા વિરૂધ હતો. વન ડે અને T-20માં તેમને ભારતીય ટીમમાં છેલ્લી વખત 2012માં સામેલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details