નવી દિલ્હીઃ ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન કોર્પોરેશને (IRCTC) કોરોના વાઇરસના સંકટને પગલે છેલ્લા સાત દિવસમાં ગરીબ અને જરૂરીયાતમંદ 1.86 લાખથી વધુ લોકોને ભોજન પુરૂં પાડ્યું છે.
લૉકડાઉનની જાહેરાત બાદ રેલવેના કેટરિંગ અને પર્યટન વિભાગ દ્વારા સ્થાનિકોના સ્વાદને ધ્યાને રાખીને દક્ષિણમાં લેમન રાઇસથી લઇને પૂર્વમાં ખીચડી ચોખા અને ઉત્તરમાં કઢી અને ભાત સુધીના વિવિધ પ્રકારના ભોજન આપવામાં આવ્યા હતા.
IRCTCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 28 માર્ચથી તેમણે જરૂરિયાતવાળા 1,86,140 લોકોને ભોજન પુરૂં પાડ્યું છે. જે IRCTCના પ્રમુખ રસોડામાં તૈયાર કરવામાં આવ્યું હતું.