ઇરાનના વિદેશ પ્રધાન જાવેદ ઝરીફે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અગાઉ રાયસીના સંવાદ દરમિયાન પોતાના સંબોધનમાં ઝરીફે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે, તે હંમેશાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. એમને કોઈ સમજાવો કે, US દ્વારા ઈરાની સેનાપતિ કાસિમ સુલેમાનીના મૃત્યુ તેમજ ઈરાને લીધેલા બદલાના કારણે બંને દેશો વચ્ચેમાં તણાવગ્રસ્ત સ્થિતી છે.
આ પહેલા રાયસીના સંવાદના બીજા દિવસે બરિફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે ટ્રંમ્પ પર આક્ષેપ કર્યો કે, તે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છે.
ઈરાનના વિદેશ પ્રધાને કરી મોદી સાથે મુલાકાત ઈરાની વિદેશ પ્રધાને કહ્યું કે, ભૂતકાળમાં દરેક દેશે આંતરરાષ્ટ્રીય કાયદાનુ ઉલ્લંઘન કર્યું છે, પરંતું તેમની પાસે કાયદો ભંગ કરવાના વ્યાજબી કારણો હતા. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરમાં કહ્યું છે કે, તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાની કોઈ પરવાહ નથી. અમેરિકા ઈરાનના સાંસ્કૃતિક સ્થળો પર હુમલાઓ કરશે. જનરલ કાસિમ સુલેમાનીની હત્યાથી ફક્ત ISIS અને ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ છે.
અમેરિકન સચિવના નિવેદન માટે પણ ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું હતું. અમેરિકન સચિવ માઈક પોમ્પિઓએ નિવેદન આપ્યું હતું કે, જો ઈરાનના લોકોને ભોજન મળતું રહે તેવું ઈચ્છે છે, તો ઈરાન એ જ કરે, જે અમેરિકા કહે છે.
ઈરાન અને અમેરિકાના સંબધોની તિરાડ દિવસેને દિવસે મોટી બની રહી છે. ઉલ્લેખનીય છે કે, 3 જાન્યુઆરીએ અમેરિકાએ ડ્રોન હુમલાથી જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. જેના જવાબમાં ઈરાકમાં અમેરિકન એર બેઝ પર મિસાઈલ વડે હુમલો કર્યો. જો કે અમેરિકાએ દાવો કર્યો હતો કે, તે હુમલામાં કોઈ જાનહાની થઈ નથી.