તેહરાન: ચાબહાર બંદરગાહને ભારતમાં પાકિસ્તાન-ચીન આર્થિક કોરિડોર હેઠળ બનાવવામાં આવેલા ગ્વાદર બંદરગાહનો જવાબ માનવામાં આવે છે. જો કે, હવે ઈરાન ચીન સાથે 400 અરબ ડોલરના સોદા પર આગળ વધી રહ્યું છે અને તેના પ્રોજેક્ટ્સને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યું છે.
ઈરાનના રાજદૂતે ભારતનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. ઈરાની રાજદૂતે ભારત વિના રેલવે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાના ચાબહારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે કેટલાક દેશોની સરકારો ઇરાન સાથેના તેમના સંબંધોમાં રસ દાખવતા નથી અને સામાન્ય વાટાઘાટો માટે પણ તેમને અન્યની પરવાનગીની જરૂર હોય છે, તો પછી તેઓ કેવી રીતે લાંબા ગાળાની ભાગીદારી પર કામ કરી શકશે?
હુસેનીએ બીઆરઆઈ અને સીપીઇસીની પ્રશંસા કરી હતી. તેને ઈરાનની વિદેશ નીતિમાં પરિવર્તન લાવવાનો સંકેત પણ માનવામાં આવી રહ્યું છે.
ઈરાની રાજદૂતે કહ્યું કે, નિશચિત રીતે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રાદેશિક વિકાસ માટે ખાસ કરીને ઈરાન, પાકિસ્તાન અને ચીન માટે યોગ્ય મંચ છે. વિકાસનું આ મોડેલ ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ આ ક્ષેત્રના અન્ય દેશો વચ્ચે સહકારનું પણ એક મોડેલ છે.