મુંબઇઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ-2020ની ફાઇનલ મેચ મુંબઇમાં રમાશે અને IPLના ગવર્નિંગ કાઉન્સિલે સોમવારના રોજ નિર્ણય કર્યો કે, દિવસની બીજી મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, આ મેચને રાત્રે 7.30એ શરૂ કરવાને લઇને વધારે દબાવ હતો, પણ ગવર્નિગ કાઉંસિલે તેમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો નથી.
શું IPLની મેચ ટાઇમીંગમાં ફેરફાર થઇ રહ્યો છે?, જાણો વિગતે - IPL2020
શું IPLની મેચ ટાઇમીંગમાં ફેરફાર થવા જઇ રહ્યો છે? IPL-2020ના મેચ સાંજે 7.30એ રમાશે? અને IPL-2020ની ફાઇનલ મેચ મુંબઇમાં રમાશે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, આઇપીએલની ફાઇનલ મેચ મુંબઇમાં રમવામાં આવશે, થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે, આઇપીએલની આવનારી સીઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઇ શકે છે, જ્યારે ચૈરિટી માટે આઇપીએલ શરૂ થતા પહેલા દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે એક ઑલ સ્ટાર્સ ગેમ પણ રમવામાં આવશે. આઇપીએલ ગવર્નિંગ કાઉંસિલની બેઠક બાદ ગાંગુલીએ કહ્યું કે, આઇપીએલની રાત્રીની મેચના સમયમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં, 7.30 વાગ્યે શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી હતી, પણ એવુ થવા જઇ રહ્યું નથી અને જ્યારે 5 જ ડબલ હેડર (સાંજે 4 વાગ્યે અને 8 વાગ્યે બન્ને મેચ એક જ દિલસમાં) રમાશે.
આ પહેલા જાણવા મળી રહ્યું હતુ કે, આઇપીએલ 2020ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે અને 2021માં ટીમની સંખ્યા પર પણ ચર્ચા થઇ શકે છે, પણ હાલ તો તેના વિશે કોઇ જાણકારી મળી નથી.