ગુજરાત

gujarat

ETV Bharat / bharat

INX મીડિયા કેસ ચાર્જશીટ દાખલ, પી.ચિદમ્બર સહિત 14 આરોપીના નામ

નવી દિલ્હી: CBIએ INX મીડિયા કેસમાં દિલ્હીની એક અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CBIએ પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પિતા-પુત્ર સહિત 14 લોકોના આરોપી તરીકે નામ છે.

etv bharat

By

Published : Oct 18, 2019, 5:18 PM IST

Updated : Oct 18, 2019, 9:34 PM IST

INX મીડિયા કેસ મામલામાં પી.ચિદમ્બર અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થયો છે. CBIએ રાઉજ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ પર કોર્ટ 21 ઓક્ટોબરના રોજ સુનાવણી કરશે.

CBIએ ચાર્જશીટમાં પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં પીટર મુખર્જીને પણ આરોપી બનાવ્યા છે. ગત્ત 17 ઓક્ટોબરના કોર્ટચિદમ્બરમને 24 ઓક્ટોબર સુધી જેલમાં મોકલવામાં આવ્યા હતા.કોર્ટે 17 ઓક્ટોબરના રોજ આ મામલે મની લોન્ડ્રિગના મામલે ચિદમ્બરમને 24 ઓક્ટોમ્બર સુધી ED મોકલવામાં આવ્યા હતા.

ગત્ત 30 સપ્ટેમ્બરના દિલ્હી હાઈકોર્ટે CBI મામલામાં ચિદમ્બરમની જમાનત અરજી રદ કરી હતી. 3ઓક્ટોમ્બરના રોજ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટેમાં અરજી દાખલ કરી જમાનતની માંગ કરી હતી.

એડિશનલ સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ CBIએ દલીલ કરી હતી. મહેતાએ કહ્યું કે, INX મીડિયા કેસએ સ્થાન પર છે જ્યાં ચિદમ્બરમની ધરપકડ કરી તેની પુછપરછ થવી જોઈએ.

મહેતાએ કહ્યું કે, આજે 15 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ આરોપીઓમાં ચિદમ્બરનો પુત્ર કાર્તિ ચિદમ્બર પણ સામેલ છે.

Last Updated : Oct 18, 2019, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details