નાણાકીય વર્ષ દરમિયાન બોમ્બે શેરબજારના 30 શેર વાળા સેન્સેક્સમાં 5,704.23 અંક અથવા 17.30 ટકાનો વધારો નોંધાયો હતો. શુક્રવારે સેન્સેક્સ 127.19 અંકના વધારા સાથે 38,672.91 અંક પર બંધ થયો હતો. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 29 ઓગસ્ટ, 2018 દરમિયાન સેન્સેક્સમાં તેનો સર્વશ્રેષ્ઠ ઉચ્ચત્તમ સ્તર 38,989.65 અંક સુધી પણ રહ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષમાં રોકાણકારોની સંપત્તિ 8.83 લાખ કરોડ રુપિયા વધી - Investors
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19માં રોકાણકારોની મૂડીમાં 8.83 લાખ કરોડનો વધારો થયો. આ દરમિયાન BSEના સેન્સેક્સમાં લગભગ 17 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

પ્રતિકાત્મક ફૉટો
નાણાકીય વર્ષ દરમિયાન બોમ્બે શેરબજારની કંપનીઓનું બજારમૂલ્ય 8,83,714.01 કરોડ રૂપિયાથી વધીને રુપિયા 1,51,08,711.01 કરોડ સુધી પહોંચી ગયું હતું. તો નાણાકીય વર્ષ 2017-18માં રોકાણકારોની સંપત્તિ 20.70 લાખ કરોડ રૂપિયા વધી હતી.