સોલાન: મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક એવી બિમારી છે, જે માનવ શરીરના સ્નાયુઓને નબળા કરી નાંખે છે, જેને કારણે વ્યક્તિ ચાલવા માટે અસમર્થ બની જાય છે, પણ જો વ્યક્તિ મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર ધરાવતી હોય, તો આ સ્થિતિ તેમને કશું પણ કરવાથી અટકાવી શકતી નથી. તેનું એક ઉદાહરણ છે, સંજના ગોયલ. સંજના મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનાં દર્દી છે, પરંતુ તેમણે કદી પણ આ બિમારીને પોતાનાં સ્વપ્નો સાકાર કરવા આડેના અંતરાય તરીકે જોઇએ નથી.
સંજના એક સફળ બિઝનેસવુમન તથા એશિયાની સૌથી વિશાળ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોસ્પિટલ, માનવ મંદિરનાં સ્થાપક ચેરમેન છે. માનવ મંદિર એ આ અસાધ્ય રોગના દર્દીઓ માટે સારૂં જીવન બનાવવાનો પ્રયાસ કરતું NGO છે.
સંજના છેલ્લાં ૧૮ વર્ષથી તેમનું જીવન વ્હીલચેરમાં પસાર કરી રહ્યાં છે. તેમણે ઘણી મહિલાઓને સોલાનમાં ‘સ્ટિચ એન્ડ સ્ટાઇલ’ નામના તેમના બ્યુટિકમાં રોજગારી પૂરી પાડીને તેમને સ્વ-નિર્ભર બનાવી છે.
સંજનાએ BSC હોમ સાયન્સમાં પીજી ડિપ્લોમા તથા પંજાબ યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. અહીં સંજના ગોયલ સાથેની ઇટીવી ભારતની વાતચીતના અંશો રજૂ કરવામાં આવ્યા છે.
આત્મવિશ્વાસ વડે વ્યક્તિ કોઇપણ મેડિકલ સમસ્યા પર જીત મેળવી શકે છે.
સંજના જણાવે છે કે, વ્યક્તિમાંથી આત્મવિશ્વાસ કાઢી લેવામાં આવે, તો કશું જ બચતું નથી. તેમણે જણાવ્યું હતું કે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો કોઇ ઇલાજ નથી, પરંતુ આ બિમારી માટે આત્મવિશ્વાસ સૌથી મોટો ઉપચાર છે. સંજના આ બિમારીથી પીડાતાં બાળકોની સારવાર માટે વિના મૂલ્યે દવાઓનું વિતરણ કરે છે અને દર્દીના પરિવારોમાં પણ બિમારી વિશે જાગૃતિ ફેલાવે છે.
સંજનાના જણાવ્યા મુજબ, "આ બિમારી એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યોને લાગુ પડે છે. મેં જોયું કે મારો ભાઇ આ સમસ્યાથી પીડાતો હતો અને હું શાળામાં હતી, ત્યારે હું સમજી ગઇ કે હું પણ સમાન સમસ્યા ધરાવું છું."