- પક્ષ જાતિ-ધર્મ-પંથ અને સમુદાયના નામે ચૂંટણી લડતી નથી.
- કોંગ્રેસ નાગરિકતા સંશોધન બિલના વિરોધને લઇને પૂર્વોતરના રાજ્યોમાં હિંસા વધારવાનું કામ કરી રહી છે.
- રાહુલ ગાંધીએ આપેલુ 'રેેપ ઇન ઇન્ડિયા' નિવેદન સમાજની મહિલાઓ અને રાજનીતીનું અપમાન છે.
- મહારાષ્ટ્રમાં શિવસેનાનો કોઇ હેતુ આજે સ્પષ્ટ નથી. તે લોકસભામાં નાગરિકતા બિલનું સમર્થન કરે છે અને રાજ્યસભામાં તે તેની જ વાત પરથી ફરી જાય છે.
- શિવસેના એ સતા માટે અલગ અલગ વિચારધારાઓના પક્ષ સાથે ગઠબંધન કર્યુ
નિતિન ગડકરી સાથે ETV BHARATની ખાસ વાતચીત, કહ્યું-ઝારખંડમાં ફરી બનશે ભાજપ સરકાર
નવી દિલ્હી: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી ઝારખંડ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતાં. જનસભાને સંબોધન કર્યા બાદ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ઝારખંડમાં ભાજપની સરકાર બનશે. તેના સિવાય તેઓએ નાગરિકતા સંશોધન બિલને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. આ ઉપરાંતની વિશેષ વાતચીત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ETV BHARAT સાથે કરી હતી. તો આવો જોઇએ, શું કહ્યું કેન્દ્રીય પ્રધાને...
નિતિન ગડકરી સાથે ETV BHARAT ની ખાસ વાતચીત કહ્યું, ઝારખંડમાં ફરી બનશે ભાજપ સરકાર