ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇન્ટરનેટ બંધી: તેનાં કાયદાકીય અને વ્યાવસાયિક પરિમાણો

૪ ઑગસ્ટ ૨૦૧૯એ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં દૂરસંચાર અને ઇન્ટરનેટ સેવાઓ અટકાવી દેવા આદેશ આપ્યો. એકાએક કરોડો નાગરિકો તેમની ઑનલાઇન મૂળભૂત અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંપર્કનો પ્રયોગ કરવામાં અસમર્થતા અનુભવવા લાગ્યા. સૉફ્ટવેર ફ્રીડમ લૉ સેન્ટરના ઇન્ટરનેટ શટડાઉન ટ્રેકર, મુજબ, જમ્મુ-કાશ્મીરે છેલ્લાં સાત વર્ષમાં ૧૮૦ આંશિક અથવા સંપૂર્ણ ઇન્ટનેટ બંધ ભોગવ્યા છે. આ આશ્ચર્ય પમાડનારા આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં દૂરસંચાર અવરોધો સામાન્ય વાત છે, પરંતુ કદાચ કાશ્મીરીઓને ધારણા નહોતી કે તેઓ લોકશાહી દેશ દ્વારા લદાયેલા સૌથી લાંબા ઇન્ટરનેટ બંધમાં પ્રવેશી રહ્યા છે.

Internet Ban: Its Legal and Professional Parameters
Internet Ban: Its Legal and Professional Parameters

By

Published : Feb 6, 2020, 11:21 PM IST

એમાં કોઈ રહસ્ય નથી કે ઇન્ટરનેટ લોકશાહી સહભાગિતા માટે અનિવાર્ય સાધન બની ગયું છે. નેટવર્ક આંતરમાળખાનું નુકસાન સામાજિક અને આર્થિક એમ બંને પ્રકારનું નુકસાન સર્જે છે: વિદ્યાર્થીઓને મહત્ત્વનાં શૈક્ષણિક સંસાધનોમાં પ્રવેશ નથી મળતો, હૉસ્પિટલ અને આપાતકાલીન સેવાઓ પ્રશાસકીય આફતનો સામનો કરે છે, અને સ્થાનિક વેપાર નબળો પડી શકે છે. વિદ્વાન જાન રિડ્ઝાકનું તાજેતરનું કાર્ય દર્શાવે છે તેમ, જેમ સરકાર તરત જ દાવો કરે છે, તેમ ઇન્ટરનેટ બંધ થવાથી જાહેર વ્યવસ્થા અને શાંતિ સુનિશ્ચિત ન પણ રહી શકે. રિડ્ઝાક દલીલ કરે છે કે ઇન્ટરનેટમાં પ્રવેશ વ્યાપક સંકલનને મંજૂરી આપે છે જે શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવા જરૂરી છે અને ઇન્ટરનેટ બંધથી વિરોધને અંકુશમાં રાખવાના બદલે હિંસક વિરોધને ઈંધણ મળી શકે છે.

જ્યારે રાજ્ય/સરકારના અન્ય પગલાંઓ પૈકી ઇન્ટરનેટ બંધને કાશ્મીરી ટાઇમ્સના તંત્રી અનુરાધા ભાસીન દ્વારા પડકારવામાં આવ્યો ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયને બંધની કાયદેસરતા પર નિર્ણય કરતી વખતે આ પરિબળો પર વિચાર કરવાની તક નહોતી મળી. નાગરિક સમાજની ચિંતાઓ આ ખાસ પરિસ્થિતિમાં તીવ્ર બની કારણકે સરકાર કાયદાના નિયમના સંપૂર્ણ અનાદરમાં નિષ્ફળ ગઈ, તેણે ઇન્ટરનેટ શટડાઉન આદેશને પ્રકાશિત ન કર્યો અથવા ન્યાયાલય સમક્ષ તેને રજૂ પણ ન કરી શકી.


આ વર્ષે ૧૦ જાન્યુઆરીએ તેના અંતિમ આદેશમાં, સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની પુષ્ટિ કરી અને ભવિષ્યના કેસો માટે પ્રગતિશીલ ઉદાહરણ સ્થાપિત કર્યું. સૌ પ્રથમ, ન્યાયાલયે પુષ્ટિ કરી કે બંધારણ, કલમ ૧૯ દ્વારા "ઇન્ટરનેટ પર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા અથવા કોઈ [...] વ્યવસાય કરવાની સ્વતંત્રતા"ની રક્ષા કરે છે. બીજું, ન્યાયાલયે માન્યું કે ઇન્ટરનેટ બંધ અનિશ્ચિત કાળ માટે લાદી શકાય નહીં, તેની કાર્યપાલિકાએ દર સપ્તાહે સમીક્ષા કરવી જોઈએ અને આદેશો ન્યાયિક સમીક્ષાને આધીન છે. આ સંદર્ભમાં સર્વોચ્ચ ન્યાયાલયે ભવિષ્યમાં ઇન્ટરનેટ બંધોને મજબૂત પડકારો માટે માર્ગ મોકળો કર્યો. જોકે જેમ અનેક વિદ્વાનોએ નોંધ્યું છે, તેમ, કેટલીક અનિવાર્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવાના આદેશની સાથે ન્યાયાલય આ કેસમાં કાશ્મીરના નાગરિકોને પૂરતી રાહત ન આપી શક્યું.

સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યા પછી તરત જ જમ્મુ અને કાશ્મીરની સરકારોએ ૨-જી ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવા ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને આદેશ આપ્યો પરંતુ માત્ર ૩૦૧ વેબસાઇટો પૂરતો જ પ્રવેશને છૂટ આપી. યાદીમાં સ્વેચ્છાચારી રૂપે સેવાઓનો સમાવેશ થાય છે અથવા તેમને બાકાત રખાઈ છે તે હકીકત ઉપરાંત, મોટી સંચાર સેવાઓ યાદીમાંથી નોંધપાત્ર રીતે હતી. વધુ અગત્યનું એ છે કે 'ઇન્ટરનેટ નિયમન'નો આ ટુકડાનો ત્યારે બહુ ઓછો અર્થ નથી રહેતો જ્યારે તમે કાં તો ઇન્ટરનેટ પર વિચાર કરો છો અથવા તેનું સંચાલન કરતાં નિયંત્રણો પર.

ટૅક્નિકલ અર્થમાં, નિયમનો સંપૂર્ણ રીતે ગેરસમજ ધરાવે છે કે કઈ રીતે આધુનિક વેબ કાર્ય કરે છે. જ્યારે કોઈ એક વેબસાઇટ સાથે જોડાય છે ત્યારે વેબસાઇટ વળતામાં અન્ય સર્વરોમાંથી મહત્ત્વનાં સંસાધનો ડાઉનલૉડ કરે છે. જો ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ માત્ર ચોક્કસ વેબસાઇટને જ અનુમતિ આપે તો અન્ય પરવાનગી નહીં આપેયાલા સ્રોતમાંથી સામગ્રી હજુ પણ પ્રવેશથી દૂર રહે છે. રોહિણી લક્ષણે અને પ્રતીક વાઘરેનો તાજેતરનો પ્રયોગ આ વાતની પુષ્ટિ કરે છે: યાદીમાંની ૩૦૧ વેબસાઇટ પૈકી માત્ર ૧૨૬ જ કેટલાક રૂપમાં ઉપયોગ કરી શકાય તેવી હતી.

એક તરફ આદેશ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું જરૂરી પરિણામ દેખાી રહ્યો છે, ત્યારે બીજી તરફ, આદેશ માટે બહુ ઓછો કાયદેસરનો આધાર છે. આદેશમાં બ્રિટિશરોના સમયના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ હેઠળ વર્ષ ૨૦૧૭માં જાહેર કરાયેલા ટેલિકૉમ સેવાઓ (જાહેર કટોકટી અથવા જાહેર સુરક્ષા) નિયમોને કામચલાઉ સ્થગનને ટાંકવામાં આવ્યું છે. આ નિયમનો સરકારને દૂરસંચાર અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની પરવાનગી આપે છે પરંતુ સરકારને એવા આદેશો બહાર પાડવા છૂટ નથી આપતા જે આની જેમ આવી સેવાઓને પ્રતિબંધની બહાર (વ્હાઇટલિસ્ટ) મૂકી શકે. માહિતી ટૅક્નૉલૉજી (આઈટી) અધિનિયમ, કલમ ૬૯ એ દ્વારા કેન્દ્ર સરકારને અને ન્યાયાલયોને ચોક્કસ વેબસાઇટો બંધ કરવાનો આદેશ આપવાની પરવાનગી આપે છે. સરકારો દ્વારા ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને જાહેર કરાયેલા પરવાના સમજૂતીઓ પણ માત્ર સરકારને રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ચોક્કસ ઑનલાઇન સંસાધનોને અટકાવવાનો આદેશ આપવા છૂટ આપે છે. આથી, વેબસાઇટને પ્રતિબંધની બહાર મૂકવાના આદેશને કાયદામાં કોઈ આધાર નથી કારણકે તે વેબસાઇટ અટકાવવાના તર્કને ઉલટાવી નાખે છે.

કાશ્મીરીઓને આભાસી ખાનગી નેટવર્કનો ઉપયોગ કરીને પ્રતિબંધની બહાર મૂકાયેલી વેબસાઇટોના પ્રવેશનો માર્ગ મળી ગયા પછી એવા અહેવાલો બહાર આવ્યા કે સુરક્ષા દળો કાશ્મીરીઓને આ ઍપ્લિકેશનો અસ્થાપિત કરવા માટે દબાણ કરી રહ્યા છે. અલબત્ત, આ બધું એ હકીકત છતાં હતું કે કોઈ કાયદો સામાન્ય રીતે ઇન્ટરનેટ નિયંત્રણોને હટાવવા અથવા વીપીએનનો ઉપયોગ કરતા રોકતો નથી.

કાશ્મીરમાં ઇન્ટરનેટ અને દૂરસંચાર સેવાઓ સ્થગિત કરાયાને હવે સાત મહિના થવા આવ્યા છે. કાશ્મીરીઓને મૂળભૂત અધિકારોથી લાંબા સમય સુધી વંચિત રાખવા એ ખોટું છે જે કદાચ ભવિષ્ય પણ નહીં સુધારી શકે. સંપૂર્ણ બંધના મહિનાઓ પછી, સરકાર માત્ર મર્યાદિત અને આંશિક પ્રવેશને પુનઃસ્થાપિત કરવા સિવાય વધુ સારા સુધારા કરી શકે છે. આપણે નવા દાયકામાં કૂચ કરી રહ્યા છીએ ત્યારે વિશ્વ આપણને જોઈ રહ્યું છે. 'જાહેર વ્યવસ્થા' અને 'રાષ્ટ્રીય સુરક્ષા'ના સહજ રિવાજ દ્વારા નાગરિક સુવિધાઓને જે લોકો રોકે છે તેમને ઇતિહાસ દયાળુ રીતે આંકતો નથી.

લેખક - ગુર્શાબાદ ગ્રોવર સેન્ટર ફૉર ઇન્ટરનેટ એન્ડ સૉસાયટીમાં અભિવ્યક્તિ સ્વતંત્રતાની ટીમમાં કાનૂની અને ટૅક્નિકલ સંશોધનનું પ્રબંધન કરે છે. મંતવ્યો અંગત છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details