ન્યૂઝ ડેસ્કઃ દેશનું ઘડતર કરવા માટે, દેશનો વિકાસ કરવા માટે યુવાનોએ વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઊભા રહેવા માટે લાયકાત કેળવવી પડશે અને પરિશ્રમ કરવો પડશે.
ભારત યુવાનોનો દેશ
આપણો દેશ સમગ્ર વિશ્વમાં યુવાનોના દેશ તરીકે ઓળખાય છે. ભારતમાં 65 કરોડ યુવાનો 35 વર્ષ સુધીની વયના છે. તેનો અર્થ એ કે, આપણા દેશમાં માનવ બળ વધુ છે, પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં યુવાનો માટે યોગ્ય શિક્ષણ તેમજ સુવિધાઓ હોય, તે આવશ્યક છે, જેથી સમાજનું કલ્યાણ થઇ શકે. દેશનું ઘડતર કરવા માટે, દેશનો વિકાસ કરવા માટે યુવાનોએ વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઊભા રહેવા માટે લાયકાત કેળવવી પડશે અને પરિશ્રમ કરવો પડશે.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસનો ઇતિહાસ
યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 17મી ડિસેમ્બર, 1999ના રોજ દર વર્ષે 12મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું આયોજન 2000ના વર્ષમાં થયું હતું. યુનાઇટેડ નેશન્સે 1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કેવી રીતે થાય છે
યુનાઇટેડ નેશન્સ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ માટેની થીમ નક્કી કરે છે. આ દિવસે વિશ્વમાં વિવિધ યુવા દિવસ સંબંધિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સામાન્યપણે આ કાર્યક્રમોમાં પરેડ, કોન્સર્ટ, મેળા, ઉત્સવ, પ્રદર્શનો, વગેરેનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સે સંદેશો ફેલાવવા માટે માળખાગત અભિગમ વિકસાવ્યો છે. આ દિવસે ઘણા શૈક્ષણિક રેડિયો શો, જાહેર સભાઓ અથવા ચર્ચાઓનું આયોજન થાય છે.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 2020 માટેનો સંદેશ
2020ના આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ 'વૈશ્વિક કાર્યવાહી માટે યુવાનોની સામેલગીરી' હતી. આ દિવસનો ઉદ્દેશ સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે યુવાનો રાષ્ટ્રીય તથા બહુપક્ષીય સંસ્થાઓને તથા પ્રક્રિયાઓને સમૃદ્ધ કરે અને ઔપચારિક સંસ્થાકીય રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ અને સામેલગીરી કેવી રીતે નોંધપાત્ર રીતે વધારી શકાય, તે માટેના માર્ગો ઉજાગર કરવાનો છે.
IYD 2020નો ઉદ્દેશ વૈશ્વિક કાર્યવાહી હાંસલ કરવા માટે યુવાનોની ક્ષમતાને મજબૂત કરવાના હેતુથી તેમની સામેલગીરીને વધુ સમાવેશક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાનો છે.
સ્થાનિક/સામુદાયિક સ્તરે યુવા સામેલગીરી
રાષ્ટ્રીય સ્તરે યુવા સામેલગીરી, જેમ કે, કાયદો, નીતિ વગેરેનું ઘડતર અને તેમનું અમલીકરણ
વૈશ્વિક સ્તરે યુવા સામેલગીરી.
સોશ્યલ મીડીયા કેમ્પેઇન
#31DaysOfYOUth, એક સોશ્યલ મીડીયા કેમ્પેઇન છે, જે વૈશ્વિક કાર્યવાહી માટે યુવા સામેલગીરીના હેતુના પ્રસાર માટે અને સંવાદ કરવા માટે મદદરૂપ થવા સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન તેની ઉજવણી કરવામાં આવશે.
ભારતીય યુવાનો પર કોવિડ-19નો પ્રભાવ
લોકડાઉનમાંથી દેશવ્યાપી મુક્તિ મળી હોવા છતાં, ભારરતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના જણાવ્યા અનુસાર, 17મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24 ટકા રહ્યો હતો અને એપ્રિલમાં પણ તે લગભગ સમાન રહ્યો હતો. 20મી એપ્રિલથી લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારી દર ખાસ પ્રભાવિત થયો નથી.
CMIE દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે, દેશમાં બેરોજગારીના આંકડા પણ ઝડપથી વધ્યા છે. ભારતમાં 21 માર્ચના રોજ બેરોજગારી દર 7.4 ટકા હતો, જે પાંચમી મેના રોજ વધીને 25.5 ટકા થયો હતો. અભ્યાસ પ્રમાણે, 20થી 30 વર્ષની વય જૂથના બે કરોડ 70 લાખ યુવાનોએ એપ્રિલ મહિનામાં તેમની નોકરી ગુમાવી હતી.
CMIEના અહેવાલ મુજબ, ભારતનો શહેરી બેરોજગારી દર લોકડાઉનના કારણે 30.9 ટકા વધી શકે છે.
યુવાનો માટે કેન્દ્ર સરકારની પહેલ (યોજનાઓ)
પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજનાઃસરકારે 2015માં પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી હતી. એક કરોડ લોકોને 2020 સુધીમાં કાર્યક્ષમ બનાવવાના હેતુ સાથે આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો. સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2016થી 2020 સુધીમાં 73 લાખ 47 હજાર યુવાનોએ પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ તાલીમ પ્રાપ્ત કરી હતી. આ યુવાનોમાંથી 16 લાખ 61 હજાર યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, લાંબા ગાળા માટે જુદા-જુદા 137 ક્ષેત્રોમાં તાલીમ આપવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
પ્રધાન મંત્રી મુદ્રા યોજના:સરકાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ તેના વ્યવસાયો શરૂ કરવા માટે નીચા વ્યાજદર પર લોન પૂરી પાડે છે. આ યોજનામાં ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છેઃ શિશુ, કિશોર અને તરૂણ. મુદ્રા યોજના હેઠળ, 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. શિશુ લોન હેઠળ રૂ. 50 હજાર સુધીની લોન ઉપલબ્ધ છે. સાથે જ, કિશોર લોન હેઠળ 50 હજારથી રૂ. પાંચ લાખ રૂપિયા સુધીની લોન અને તરૂણ લોન હેઠળ પાંચ લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. સરકારની મહત્વાકાંક્ષી મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 11 કરોડ કરતાં વધુ લોકોને લાભ થયો છે.
સ્કીન ઇન્ડિયા મિશન (પાંચ વર્ષ પૂરાં)
કૌશલ્ય તાલીમ પ્રવૃત્તિઓની દ્રષ્ટિએ રાજ્યો તથા ક્ષેત્રો વચ્ચે સંમિલન પ્રસ્થાપિત કરવા માટે મિશન વિકસાવવામાં આવ્યું છે. વળી, ‘કૌશલ્યયુક્ત ભારત’નું વિઝન હાંસલ કરવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન (નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ મિશન) કૌશલ્યના પ્રયાસોને એકીકૃત તથા તેમનું સહનિર્દેશન કરવા સાથે ઝડપથી અને ગુણવત્તા સાથે કૌશલ્ય સિદ્ધ કરવા માટે ક્ષેત્રોમાં નિર્ણય લેવાની પ્રક્રિયાને પણ વેગ આપે છે. સ્કીલ ઇન્ડિયા મિશનની PMKVY હેઠળ, દેશભરના 69.03 લાખ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. of Skill India Mission, 69.03 lakh 2020 સુધીમાં PMKVY હેઠળ એક કરોડ યુવાનોને તાલીમ પૂરી પાડવાનું લક્ષ્યાંક છે. તાલીમબદ્ધ યુવાનો પૈકીના 9,28,884 યુવાનો અનુસૂચિત જાતિ (એસસી) અને 2,69,054 યુવાનો અનુસૂચિત જનજાતિ (એસટી) વર્ગના છે.
મેક ઇન ઇન્ડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણની સુવિધા માટે, નવતર પહેલને પોષવા માટે, કૌશલ્ય વર્ધનને વેગ આપવા માટે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું રક્ષણ કરવા માટે તથા શ્રેષ્ઠતમ ઉત્પાદકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે 'મેક ઇન ઇન્ડિયા' કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. 'મેક ઇન ઇન્ડિયા'એ ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવા પ્રવૃત્તિ ક્ષેત્રે 25 ક્ષેત્રોની ઓળખ કરી છે અને ક્રિયા-પ્રતિક્રિયાત્મક વેબ-પોર્ટલ થકી તથા વ્યાવસાયિક સ્તરે વિકસાવવામાં આવેલાં બ્રોશર્સ થકી વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવે છે. સંરક્ષણ ઉત્પાદન, કન્સ્ટ્રક્શન અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં FDIને મોટાપાયે અવકાશ આપવામાં આવ્યો છે.
મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળની કેટલીક મહત્વની સિદ્ધિઓ નીચે મુજબ છેઃ