પિથૌરાગઢ : ભારત અને નેપાળમાં લોકડાઉનના પગલે ત્રણ મહિનાથી પેન્શન નહીં મળવાથી મુશ્કેલીમાં મુકાયેલા નેપાળી પેન્શનરોને રાહત મળી છે. નેપાળી પેન્શનરો માટે ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઝૂલા પુલ ખોલવામાં આવશે. જ્યારે 8થી 10 જૂલાઇ સુધી ધારચૂલા, જૌલજીબી અને ઝૂલાઘાટના પુલ ખોલવામાં આવશે. તે દરમિયાન અન્ય લોકોનું આવન-જાવન સંપૂર્ણ રીતે બંધ રહેશે.
નેપાળી પેન્શનર્સે માટે રાહતના સમાચાર, ઝૂલા પુલને મંજૂરી - ભારતીય બેંક
ભારતીય બેંકમાંથી પેન્શન લેનાર નેપાળી પેન્શનર્સ માટે આજે બુધવારથી ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઝૂલા પુલને ખોલવામાં આવશે. તે સમયે અન્ય લોકોનું આવા ગમન સંપૂર્ણ રીતે બંધ રહેશે.
નેપાળી પેન્શનરો માટે રાહતના સમાચાર, ઝૂલા પુલને મંજુરી
ઉલ્લેખનીય છે કે, સેના સહિત અન્ય વિભાગોના રિટાર્યડ થયેલા નેપાળના હજારો લોકો આંતરરાષ્ટ્રીય પુલ બંધ થવાથી ભારતીય બેંક પાસેથી પેન્શન નથી લઇ શકતા. મહત્વનું છે કે, ભારતની ગોરખા રેજીમેન્ટ સહિત કેટલાક વિભાગોમાં હજારો નેપાળી પેન્શનર એવા છે, જે પેન્શન માટે ભારતીય બેંક પર નિર્ભર છે. કોરોના વાઇરસના પ્રકોપના પગલે બંને દેશ વચ્ચે ઝૂલા પુલ બંધ થવાથી પેન્શનર આર્થિક રીતે ભાંગી પડ્યા છે. નેપાળી પેન્શનરોની ફરીયાદના આધારે ભારત અને નેપાળના તંત્રએ પુલ ખોલવાની મંજૂરી આપી છે.