ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લિન એર ફોર બ્લ્યુ સ્કાઇઝ - ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લિન એર ફોર બ્લ્યુ સ્કાઇઝ

યુએન જનરલ એસેમ્બલીએ 74/212ના રિઝોલ્યુશનનો સ્વીકાર કરીને 7મી સપ્ટેમ્બરના દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લિન એર ફોર બ્લ્યુ સ્કાઇઝ તરીકે નિર્દિષ્ટ કર્યો હતો.

International Day
International Day

By

Published : Sep 7, 2020, 9:13 PM IST

પરિચય

વાયુ પ્રદૂષણના નિવારણ માટે જાગૃતિ ફેલાવવા અને આ હેતુસર વૈશ્વિક કાર્યવાહીને વેગ આપવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

વાયુ પ્રદૂષણ એ મનુષ્યના આરોગ્ય માટેનું મોટું પર્યાવરણીય જોખમ છે અને વૈશ્વિક સ્તરે મોત તથા બિમારીને ટાળી શકાય, તેવાં મુખ્ય કારણો પૈકીનું એક છે. એક અંદાજ પ્રમાણે, 2016ના વર્ષમાં વિશ્વમાં ઇનડોર તથા આઉટડોર વાયુ પ્રદૂષણને કારણે આશરે 6.5 મિલિયન અકાળે મોત નીપજ્યાં હતાં.

ખાસ કરીને વિકાસશીલ દેશોમાં વાયુ-પ્રદૂષણ ખાસ કરીને ઓછી આવક ધરાવતા વર્ગની મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને વિપરિત અસર પહોંચાડે છે, કારણ કે તેઓ લાકડાં જેવાં બળતણ અને કેરોસિનની મદદથી રસોઇ બનાવતાં હોવાથી વાયુ પ્રદૂષણના વધુ સંપર્કમાં આવે છે.


વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં અપેક્ષિત આયુષ્યમાં 5.2 વર્ષનો ઘટાડોઃ અહેવાલ

યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતેની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલી આકારણી અનુસાર, ભારતમાં પ્રદૂષણના ઊંચા પ્રમાણને કારણે સરેરાશ ભારતીય નાગરિકના સંભવિત આયુષ્યમાં 5.2 વર્ષનો ઘટાડો થાય છે અને ખાસ કરીને ઇન્ડો-ગેન્જેટિક મેદાન પ્રદેશમાં રહેનારા લોકોમાં આ પ્રમાણ ઘણું ઊંચું છે. આ આકારણી એ પણ દર્શાવે છે કે, 2016 અને 2018 વચ્ચે પરિસ્થિતિમાં સ્હેજ સુધારો જોવા મળ્યો છે.

વિશ્વમાં ભારત પાંચમો સૌથી વધુ પ્રદૂષિત દેશઃ અહેવાલ

એર ફિલ્ટ્રેશન પર કામ કરતી કંપની IQAirના પોલ્યુશન ડેટા અનુસાર, 2019માં વિશ્વના ટોચના સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને હતું અને નેશનલ કેપિટલ રિજનનું ગાઝિયાબાદ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું.


2020 સુધી વિશ્વના ટોચના સૌથી વધુ પ્રદૂષિત દેશો

  • બાંગ્લાદેશ
  • પાકિસ્તાન
  • મોંગોલિયા
  • અફઘાનિસ્તાન
  • ભારત


કોવિડ-19એ વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને બનાવ્યો ચિંતાનો મુખ્ય મુદ્દોઃ અહેવાલ

સંશોધકોએ નોંધ્યું હતું કે, ભારતમાં (જ્યાં વાયુ પ્રદૂષણને કારણે 2018માં આશરે 1.2 લોકોનાં મોત નીપજ્યાં હતાં), 10માંથી નવ ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમના પ્રદેશમાં હવાની ગુણવત્તા સુધરે, તેમ ઇચ્છે છે. ઉત્તર ગોળાર્ધના દેશોએ માર્ચ અને એપ્રિલમાં ચુસ્ત લોકડાઉન લાગુ કર્યું હતું તથા મોટાભાગના બિનજરૂરી કાર્યો અને પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, જેના કારણે વાયુ પ્રદૂષણનું સ્તર તદ્દન ઘટી ગયું હતું અને અગાઉના સ્તરની તુલનામાં લગભગ એક તૃત્યાંશ જેટલું નીચું જતું રહ્યું હતું, તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.


કોવિડ-19ને પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં ભારતનાં પાંચ શહેરોમાં જોખમી વાયુ પ્રદૂષકોનું પ્રમાણ 54 ટકા ઘટ્યું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ દર્શાવે છે કે, વર્તમાન સમયમાં ચાલી રહેલી મહામારીને કારણે જૂન, 2020 સુધીમાં વિશ્વભરમાં 4,77,000 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાંથી 14,000 મોત ભારતમાં થયાં હતાં. 25મી માર્ચ, 2020ના રોજ ભારતમાં સોશ્યલ આઇસોલેશન સાથે આંતરિક અને બાહ્ય સરહદો સહિતનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, જેને કારણે તેની 1.3 અબજ વસ્તીની ગતિવિધિ અને પ્રવૃત્તિઓ પર તેની અસર પડી.

સસ્ટેઇનેબલ સિટીઝ એન્ડ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા તાજેતરના આ અભ્યાસમાં, સર્રીઝ GCAREના સંશોધકોએ લોકડાઉનનો ગાળો શરૂ થયો, ત્યારથી લઇને 11મી મે, 2020 સુધીમાં ચેન્નઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઇ – ભારતનાં આ પાંચ શહેરોમાં વાહનો અને વાહનો સિવાયના સ્રોતો થકી ઉત્પન્ન થતા હાનિકારક પર્ટિક્યુલેટ મેટર (પીએમ 2.5)ના સ્તરનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસુઓની ટીમે પીએમ 2.5ના ડિસ્ટ્રિબ્યુશનનું વિશ્લેષણ કર્યું હતું અને તેમનાં તારણોને વિશ્વનાં અન્ય શહેરોનાં વિશ્લેષણો સાથે સરખાવ્યાં હતાં.


હવાની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી નીવડી શકે, તેવાં સૂચિબદ્ધ પગલાઃ

  • દહન બાદનાં નિયંત્રણઓ:પાવર સ્ટેશનો ખાતે તથા મોટા સ્તરના ઉદ્યોગમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ચોક્કસ પ્રકારનાં ઉત્સર્જનોને ઘટાડવા માટે ‘એન્ડ ઓફ પાઇપ પગલાં’ (હવા, પાણી, કચરો, વગેરેમાંથી દૂષિત પદાર્થો દૂર કરવા માટે વાપરવામાં આવતી પદ્ધતિ) રજૂ કરવાં
  • ઔદ્યોગિક પ્રક્રિયાના ઉત્સર્જનના માપદંડો: આયર્ન અને સ્ટીલના પ્લાન્ટ્સ, સિમેન્ટની ફેક્ટરીઓ, કાચના ઉત્પાદન, રસાયણ ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગોમાં ઉત્સર્જનના એડવાન્સ્ડ માપદંડો રજૂ કરવા.
  • ખેતીકીય પાકના અવશેષોઃખેતીના બાકી રહી ગયેલા પદાર્થોનું વ્યવસ્થાપન કરવું અને આ અવશેષોને ખુલ્લામાં સળગાવવા પર કડક પ્રતિબંધ ફરમાવવો.
  • હાઇડ્રોફ્લોરોકાર્બન (HFC) રેફ્રિજરન્ટ રિપ્લેસમેન્ટ: કિગેલી અમેન્ડમેન્ટનું પૂર્ણપણે પાલન કરવામાં આવે, તે સુનિશ્ચિત કરવું. આ સુધારાનો હેતુ હાઇડ્રોફ્લોરોકાર્બન્સ (એર કન્ડિશન અને રેફ્રિજરન્ટ્સ તરીકે પયોગમાં લેવાતાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ્ઝ)નું ઉત્પાદન અને વપરાશ ઘટાડીને વાતાવરણમાં તેનું સંકેન્દ્રણ ઘટાડવાનો છે.
  • વીજળીના ઉત્પાદન માટે પુનઃપ્રાપ્ય (રિન્યૂએબલ્સ): વીજળી ઉત્પન્ન કરવા માટે પવન, સૌર અને હાઇડ્રો પાવર (ઊર્જા)ના ઉપયોગને વેગ આપવા માટે પ્રલોભનોનો ઉપયોગ કરવો.
  • રહેણાંક વવિસ્તારોના કચરાને સળગાવવોઃઘરોના કચરાને ખુલ્લામાં સળગાવવાની પ્રવૃત્તિ પર કડક પ્રતિબંધ લાગુ કરવો
  • કોલ માઇનિંગ: કોલ માઇન ગેસની પ્રિ-માઇનિંગ રિકવરીને ઉત્તેજન આપવું.
  • ઓઇલ અને ગેસનું ઉત્પાદનઃએસોસિએટેડ (સંલગ્ન) પેટ્રોલિયમ ગેસની રિકવરીને પ્રોત્સાહન આપવું, લિકેજ નિયંત્રણમાં સુધારો કરવો
  • સુધારાયુક્ત જાહેર પરિવહનઃખાનગી પેસેન્જર વાહનને બદલે જાહેર પરિવહનને વેગ આપવો.
  • ઘન કચરાનું વ્યવસ્થાપન: ગેસના ઉપયોગ સહિત સોર્સ સેપરેશન (સ્રોતના સ્થળેથી અલગીકરણ કરવાવ) સહિત કચરાના કેન્દ્રીકૃત એકત્રીકરણને ઉત્તેજન આપવું.

ABOUT THE AUTHOR

...view details