ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કુલભૂષણ જાધવ મામલે ICJએ પાકિસ્તાનને ઉપરા ઉપર ઝાટકા આપ્યા - International News

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ કોર્ટે કુલભૂણષ જાધવ પર આજે પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. ઇન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણની ફાંસીની સજા પર રોકને યથાવત જ રાખી છે. જે બાદ પાકિસ્તાનને આ નિર્ણય પર ફરી વિચાર કરવા માટે આદેશ આપ્યા હતા. આ સિવાય અંતરાષ્ટ્રીય કોર્ટે કહ્યું કે, પાકિસ્તાનના વિયના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યુ છે. તો આ સાથે ICJએ પાકિસ્તાનને બરાબરનો ઝટકો આપતા જાધવને ભારતનું કાઉંન્સલર એક્સેસ આપવાનો પણ આદેશ આપ્યો છે.

ફાઇલ ફોટો

By

Published : Jul 17, 2019, 9:44 PM IST

Updated : Jul 17, 2019, 10:23 PM IST

જાધવને ફાંસીની સજા પર રોક યથાવત

કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે. જાધવને પાકિસ્તાન સૈન્ય કોર્ટમાં ફાંસીની સજા આપી હતી.જેના વિરૂદ્ધ ભારતે મેં 2017ના રોજ ઇન્ટરનેશનલ કોર્ટની મદદ લીધી હતી.જે બાદ ઇન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. ICJએ સ્પષ્ટ કહ્યું છે કે, કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને વિયેના કન્વેંશનનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ પાકિસ્તાન જાધવની ફાંસી પર પુનર્વિચાર કરે અને તેની સમીક્ષા પણ કરે. જાધવની સજાની સમીક્ષા સુધી તેને આપવામાં આવેલી ફાંસીની સજા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાધવને ભારત તરફથી જાસૂસી કરવાના અને આતંકવાદમાં શામેલ થવા માટે દોષિત ઠેરવા ફંસીની સજા સંભળાવી હતી.


જોકે ICJએ પાકિસ્તાની સૈન્ય અદાલતના નિર્ણયને રદ્દ કરી, જાધવની મુક્તિ અને તેમને સુરક્ષિત ભારત પહોંચાડવની નવી દિલ્હીની અનેક માંગણીઓને ફગાવી દીધી છે. તેમ છતાં પણ ICJનો આ નિર્ણય ભારત માટે એક મોટી જીત સમાન છે અને પાકિસ્તાન માટે જોરદાર ઝાટકો. કોર્ટે ભારતની અપીલ વિરૂદ્ધ પાકિસ્તાનની મોટા ભાગના વાંધાઓને ફગાવી દીધા હતાં.

કાઉન્સિલર એક્સેસ આપ્યુ

ભારતે મે 2017માં ICJ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પર જાધવને કોન્સ્યુલરની ફાળવણી ન કરવાનો આરોપ લગાવાયો . ભારતે જાધવ વિરુદ્ધ પાકિસ્તાની સેનાની ટ્રાયલને પણ પડકાર આપ્યો છે. આઇસીજેએ 18 મે 2017ના પાકિસ્તાન પર જાધવને લઇને કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઇ પણ કાર્યવાહી કરવાની રોક લગાવી હતી.

વિયેના કન્વેશનનું ઉલ્લંઘન

આંતરરાષ્ટ્રીય કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, પાકિસ્તાને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યું છે. વિયેના કન્વેશન આંતરારષ્ટ્રીય કાનૂન છે જે બંને દેશ વચ્ચેના રાજકીય સંબંધોને પર પકડ ધરાવે છે. ત્યારે આ કેસમાં પણ ભારતે દાવો કર્યો હતો કે, પાકિસ્તાને આ કેસમાં વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે, પાકિસ્તાને સજા આપતા પહેલા કાઉન્સિલર એક્સેસ આપ્યું નહોતું.

Last Updated : Jul 17, 2019, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details