દાવણગેરેઃ કુતરાઓને માણસના વફાદાર મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા પણ હશે. પરંતુ આજે તમને ‘લેડી સિંઘમ’ એટલે કે ‘તુંગા’ નામની કુતરી વિશે જણાવીશું. આ સ્નિફર ફિમેલ ડૉગના નામથી આરોપીઓના પગ ધ્રુજવા લાગે છે. તુંગા આરોપીઓને પરસેવાની ગંધથી ઓળખી શકે છે. તેમની સુંઘવાની શક્તિ ખૂબ જ છે. આ લેડી સિંઘમ ડૉગ એકવારમાં જ લગભગ 2,363 અત્તરની સુગંધ ઓળખી શકે છે.
લેડી સિંઘમ ‘તુંગા’નું નામ સાંભળી કાંપી ઉઠે છે ભલભલા અપરાધી - પોલીસ ડૉગ
કર્ણાટક રાજ્યના દાવણગેરે પોલીસ વિભાગમાં વફાદાર તુંગાએ (ફિમેલ ડૉગ) અત્યાર સુધીમાં હત્યાના 30 તથા ચોરીના 30 જેટલા કેસ સોલ્વ કરવામાં પોલીસની મદદ કરી છે. તુંગાના નામથી આરોપીઓમાં ડરનો માહોલ છવાઇ જાય છે. તુંગા આરોપીઓની પરસેવાની ગંધથી આરોપીઓને ઓળખી શકે છે.
દાવણગેરે પોલીસ વિભાગે ‘તુંગા’ને ત્રણ માસની ઉંમરથી પાળી છે. તેમના 9 મહિનાના પ્રશિક્ષણ બાદ 2011માં ચુબેનગર લાવવામાં આવી હતી. આ અમેરિકી પ્રજાતિની કુતરી છે. દરવખતે પોલીસ વિભાગમાં આ તુંગાનું વિશેષ યોગદાન રહ્યું છે. આ ફિમેલ ડૉગના ટ્રેક રેકૉર્ડ શાનદાર છે. જેને સાંભળીને તમે પણ ચોકી જશો, તુંગા અત્યાર સુધીમાં હત્યાના 30 તથા ચોરીના 30 જેટલા આરોપીઓને પકડવા માટે પોલીસની મદદ કરી છે.
તુંગાને વિશેષ કામ માટે સ્પેશ્યલ જમવાનું પણ આપવામાં આવે છે. જેની સંપૂર્ણ જવાબદારી પ્રધાન કોન્સ્ટેબલ પ્રકાશ લોહિત અને કે. વેંકટેશ પર છે. સવારે તુંગાને પૌષ્ટિક ભોડન જેમ કે રવાની વાનગી, દૂધ અને ઇંડા જેવી વસ્તુઓ આપવામાં આવે છે. સાંજે તુંગાને એક કિલો માસ અને શાકભાજી જેવા અલગ-અલગ પ્રકારના ભોજન આપવામાં આવે છે.