ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેની કેન્દ્રમાં સત્તા, તેનું જ હરિયાણા ! પણ આ વખતે કોણ આવશે સત્તાના શિખરે

ચંડીગઢ: હરિયાણામાં હાલ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજનેતાઓ પોત પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જજૂમી રહ્યા છે. કારણ કે, વિધાનસભા ચૂંટણીનું કાઉંટડાઉન શરુ થઈ ગયું છે. હરિયાણામાં જો ચૂંટણીનો ઈતિહાસ તપાસીએ તો અહીંયા કેન્દ્રમાં સરકાર અને દેશના મૂડ પર હરિયાણાની રાજનીતિ નિર્ભર છે. જે કેન્દ્રમાં સત્તા પર આવે છે, હરિયાણા પણ તેને જ સ્વિકારે છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં તો આવું જ બન્યું છે, પણ આ વખતના સમીકરણો શું કહી રહ્યા છે ? શું આ વખતે કોઈ નવો ઈતિહાસ રચાશે કે, પછી પરંપરાને જાળવી રાખશે પ્રદેશની જનતા...આ સૌથી મોટો સવાલ છે.

latest election news in haryana

By

Published : Sep 24, 2019, 6:34 PM IST

આ રહ્યો દેશ અને હરિયાણાનો રાજકીય ઈતિહાસ

  • 1968માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો હરિયાણામાં પણ કોંગ્રેસની સરકાર બની.
  • 1977માં કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર બની તો હરિયાણામાં પણ જનતા પાર્ટીની સરકાર બની.
  • 1977માં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા તો હરિયાણામાં મુખ્યપ્રધાન દેવીલાલ બન્યા.
  • 1980માં કેન્દ્રમાં સત્તા બદલાઈ ગઈ અને કોંગ્રેસની સરકાર બની તો હરિયાણામાં પણ મોટો ફેરફાર થયો અને ભજનલાલની પ્રદેશમાં સરકાર બની.
  • 1989-90માં કેન્દ્રમાં જનતા દળની સરકાર લગભગ બે વર્ષ સુધી ચાલી, તે સમયે હરિયાણામાં પણ ઈન્ડિયન નેશનલ લોકદળની સરકાર હતી. આવી જ રસાકસી તે સમયે હરિયાણામાં પણ ચાલી રહી હતી.
  • 1991માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તો હરિયાણામાં પણ કોંગ્રેસની સરકાર બની.
  • 1996માં કેન્દ્રમાં સત્તા બદલાઈ. કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ તો હરિયાણામાં પણ સત્તા બદલાઈ અને પ્રદેશમાંથી કોંગ્રેસની સત્તા ગઈ.
  • 1999માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની તો હરિયાણામાં પણ ભાજપના સમર્થન વાળી ઈનેલોની સરકાર બની.
  • 2004માં કેન્દ્રમાં સત્તા બદલાઈ અને કોંગ્રેસની વાપસી થઈ તો 2005માં હરિયાણામાં પણ કોંગ્રેસની વાપસી થઈ. ત્યાર બાદ કેન્દ્રમાં 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી તો હરિયાણામાં પણ કોંગ્રેસની સરકાર રહી.
  • 2014માં કેન્દ્રમાં પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બની તો હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી સત્તા વાપસી કરી.
  • 2019માં કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બની છે, તે પણ પૂર્ણ બહુમત સાથેની સરકાર...

ઈતિહાસ બનશે કે પરંપરા જાળવી રાખશે !

હરિયાણામાં આ વખતે કોઈ પણ પાર્ટી જીતે પણ ચૂંટણીમાં ઈતિહાસ નોંધાશે. કારણ કે, જો ભાજપ જીતશે તો આ ઈતિહાસ ચાલુ રહેશે કે હરિયાણામાં હંમેશા કેન્દ્ર સરકારના મિજાજ સાથે પ્રદેશનો મિજાજ જળવાઈ છે.અને જો કોંગ્રેસ અથવા તો ઈનોલો જીતશે તો ઈતિહાસ બની જશે !

ABOUT THE AUTHOR

...view details