સુત્રોના કહેવા પ્રમાણે કેન્દ્રીય નાણા મંત્રાલયે EPFOને નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર 8.65 ટકા કરવાના નિર્ણયને મંજૂરીની મહોર મારી દીધી છે. તે અગાઉ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય શ્રમપ્રધાન સંતોષ ગંગવારના નેતૃત્વવાળી EPFOની અન્ય સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે EPF પર વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આમ સતત 3 વર્ષ બાદ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.
EPF પર વ્યાજ દરમાં વધારો , 6 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો - EPF
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નીધિ (EPF) પર નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા વ્યાજ મળશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારો કરવાની EPFOના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી ખાનગી ક્ષેત્રના 6 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.
Ahd
2018-19ના વર્ષમાં EPF પર વ્યાજ દર 8.55 ટકા હતો. જે 2016-17માં વ્યાજ દર 8.65 ટકા હતો અને 2015-16માં 8.8 ટકા હતો.