નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ શનિવારે સ્પષ્ટપણે કહ્યું કે, હવે GST ચુકવણીમાં વિલંબ પર વ્યાજની ગણતરી ચોખ્ખી જવાબદારીઓના આધારે કરવામાં આવશે. આ માટે GST કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.
GSTના બાકી લેણા પર વ્યાજની ગણતરી ચોખ્ખી જવાબદારીના આધારે કરવામાં આવશે: CBIC - undefined
CBICએ તાજેતરમાં તેના પ્રાદેશિક અધિકારીઓને સૂચના આપી છે, કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ના બાકી લેણાં પરના વ્યાજને વસૂલવાની શરૂ કરો. એક અંદાજ મુજબ વ્યાજની બાકી રકમ 46,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આદેશના કારણે ઉદ્યોગ જગતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉદ્યોગની ચિંતાઓ વચ્ચે CBICએ ટ્વીટ કરીને સ્પષ્ટપણે લખ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગત તારીખથી GST અધિનિયમોમાં અસરકારક સુધારા કર્યા છે. હવે પછી વ્યાજની ગણતરી ચોખ્ખી જવાબદારીના આધારે કરવામાં આવશે. હાલના તબક્કે GST એક્ટમાં મોડા ચુકવેલા GST પર જવાબદારીના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવતી નથી.
આ કાનૂની સ્થિતિ અને તેલંગાણા હાઈકોર્ટના આદેશ હોવા છતાં, કેન્દ્ર સરકાર અને ઘણી રાજ્ય સરકારોએ GST કાઉન્સિલની ભલામણોને આધારે મોડી GST ચુકવણીઓ પર ચોખ્ખી જવાબદારી પૂરી પાડવા માટે તેમના CGST / SGST કાયદાઓમાં સુધારો કર્યો છે. જેથી મોડા GST ભરવાવાળા પાસેથી ચોખ્ખી જવાબદારીના આધારે વ્યાજ વસૂલી શકાય.