ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે STની આંતર-રાજ્ય બસ સેવા ફરી શરુ - આંતર-રાજ્ય બસ સેવા ફરી શરુ

લોકડાઉન દરમિયાન બંધ થયેલી STની આંતર-રાજ્ય બસ સેવા આજથી એટલે કે સોમવારથી ફરી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે STની આંતર-રાજ્ય બસ સેવા ફરી શરુ
ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે STની આંતર-રાજ્ય બસ સેવા ફરી શરુ

By

Published : Sep 14, 2020, 7:32 PM IST

ધુલે/સુરત: શિરપુર-સુરત, ડોંડાઇચા-સુરત રૂટ પર આંતર-રાજ્ય બસ સેવા શરૂ કરવામાં આવી છે. ફક્ત 22 મુસાફરોને આ રીતે એક બસમાં યાત્રા કરવાની છૂટ છે.

લોકડાઉનને કારણે 23 માર્ચથી ST સેવા ખોરવાઈ હતી. લગભગ 5 મહિના બાદ STની આંતર-રાજ્ય બસ સેવા આજથી એટલે કે સોમવારથી ફરી શરૂ કરવામાં આવી છે. ડેપો મેનેજર સ્વાતિ પાટીલે માહિતી આપી હતી કે, અન્ય આંતર-રાજ્ય રૂટ પર તબક્કાવાર બસ સેવા શરૂ કરવામાં આવશે.

મુસાફરોએ STમાં બેસી ગયા પછી પણ માસ્ક પહેરવા જરૂરી છે. મુસાફરોના પ્રતિસાદને જોતા, અમદાવાદ, બરોડા અને મધ્યપ્રદેશ માટે તબક્કાવાર આંતર-રાજ્ય બસ સેવા શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details