નવી દિલ્હી: ખેડૂત સંઘો કૃષિ કાયદાના વિરોધમાં દેશની રાજધાનીના પૂર્વીય અને પશ્ચિમ પેરિફેરલ એક્સપ્રેસ-વે પર ગુરુવાર અને 7 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર કૂચ યોજવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગુપ્તચર એજન્સીઓને દિલ્હી એનસીઆરમાં હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.
7 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલીના કારણે દેશની રાજધાનીની બોર્ડર પરની દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.