નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન ભૂમિ પૂજનના દિવસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ(ISI)એ ભારતમાં મોટા આતંકવાદી હુમલા માટે કાવતરું રચ્યું છે. આઈએસઆઈએ પાકિસ્તાની આતંકીઓને તાલીમ આપીને ભારત મોકલ્યા છે. આ કાવતરાનો ઘટસ્ફોટ થયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આઈએસઆઈ(ISI)એ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને અફઘાનિસ્તાનમાં ખાસ આતંકવાદી હુમલા માટે તાલીમ આપી છે. ભારતની સૌથી મોટી ગુપ્તચર એજન્સી રૉ(RAW)એ કહ્યું છે કે, આઈએસઆઈએ 3થી 5 આતંકવાદીઓને ભારત મોકલ્યા છે. એટલું જ નહીં, આ આતંકવાદીઓના નિશાના પર 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ પણ છે.