નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં કેન્ટિન બિલ્ડિંગ બનાવવા માટેના વૃક્ષો કાપવાની રોકવાની અરજી પર સુનાવણી કરતા અરજદારને એનજીટીમાં અરજી દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પ્રતિભાસિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે.
કેન્ટીન બનાવવા માટે વૃક્ષો કાપવાની યોજના
આ અરજી નેશનલ હોકર ફેડરેશન દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદાર વતી વકીલ કમલેશકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, આનંદ વિહાર વિસ્તારમાં કેન્ટિન બિલ્ડિંગ બનાવવા માટે મોટા પાયે વૃક્ષો કાપવાની યોજના છે. હૉકર્સ તે વિસ્તારમાં પોતાનો ધંધો કરે છે. જો ઝાડ કાપવામાં આવે તો તેમની પર્યાવરણ તેમજ તેની આજીવિકા પર અસર પડે છે.