નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે એનસીઆર પ્લાનિંગ બોર્ડ એક્ટના અમલ માટે માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે અરજદારને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાનો મુદ્દો મૂકવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળા બોર્ડે કહ્યું કે, અરજદાર કેન્દ્ર સરકાર સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યા પછી ફરીથી કોર્ટમાં આવી શકે છે.
કોવિડ-19નું સંક્રમણ રોકવા NCRમાં નોડલ એજન્સીની સ્થાપના થવી જોઈએઃ એડવોકેટ શાંતનું સિંહ
દિલ્હી હાઈકોર્ટે NCR પ્લાનિંગ બોર્ડ એક્ટના અમલ માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે અરજદારને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરવા જણાવ્યું છે.
આ અરજી કાયદાના વિદ્યાર્થી અર્જુન નારંગે દાખલ કરી હતી. અરજદાર વતી એડવોકેટ શાંતનુ સિંહે કહ્યું કે, એનસીઆરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાથ ધરવા માટે નોડલ એજન્સીની રચના કરવી જોઈએ. આ એજન્સી એનસીઆરમાં કોરોનાના ચેપને રોકવા માટે અસરકારક પગલાં લઈ શકે છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને એનસીઆરના તમામ જિલ્લાઓના અધિકારીઓએ સમગ્ર ક્ષેત્ર માટે એકસરખી રીતે કામ કરવું જોઈએ, જેથી કોરોનાની કાર્યવાહી વધુ સારી રીતે થઈ શકે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી-એનસીઆરમાં ગાઇડલાઇનના અમલીકરણમાં ઘણી ભૂલો છે. જુદી જુદી સરકારો દ્વારા વિવિધ માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે. દિશા-નિર્દેશોમાં સૌથી વધુ ખામી આંતરરાષ્ટ્રીય મુસાફરી, દર્દીઓની ભરતી, લોકોના પરીક્ષણ અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં કઈ રીતે કામગીરી થાય છે તે જોઇ શકાય છે. આવી સ્થિતિમાં એનસીઆર પ્લાનિંગ બોર્ડ અંતર્ગત નોડલ એજન્સી સ્થાપવાની જરૂર છે. તમામ રાજ્યોના પ્રતિનિધિ અધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્લાનિંગ બોર્ડમાં જોડાવું જોઈએ.