ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીવો પ્રગટાવવા મુદ્દે દિગ્વિજયસિંહનો PM મોદી પર વ્યંગ - Congress

5 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મીણબત્તી, દીવો અથવો મોબાઈલની ફલેશ લાઈટ સળગાવવાની અપીલ કરી છે. આ અપીલ અંગે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કટાક્ષ કર્યો છે.

A
દીવો પ્રગટાવવા મુદ્દે દિગ્વિજયસિંહનો PM મોદી પર વ્યંગ

By

Published : Apr 4, 2020, 5:43 PM IST

દિલ્હી: કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોવિડ-19 સામે લડવાની દેશની ભાવનાને ઉજાગર કરવા માટે, 5 એપ્રિલના રોજ મીણબત્તીઓ અને દીવો પ્રગટાવવાના આહ્મવાન અંગે ટીકા કરી છે. તેમણે વડાપ્રધાન મોદીને સિંગાપોરના વડાપ્રધાન પાસેથી શીખ લેવાનો વ્યંગ કર્યો છે.

દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યુ હતું કે,'મોદીજી એક ઉત્તમ વક્તા છે. થાળી, તાળી, દિવા, મીણબત્તી વગેરે કરવાના બદલે લોકોને જાગૃત કરવાનું કહેવું જોઈએ. તેમણે સરકારની ખામીઓ સ્વીકારી એને કઈ રીતે સુધારી શકાય તે કહેવું જોઈએ'

કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વીટમાં એમ લખ્યુ હતું કે "મોદીજી સિંગાપોરના વડાપ્રધાન પાસેથી શીખ લેવાની જરૂર છે. કે કેવી રીતે તેઓ લોકોને જાગૃત કરી રહ્યા છે અને સમજાવી રહ્યા છે'

ABOUT THE AUTHOR

...view details