ગુજરાત

gujarat

ETV Bharat / bharat

INS કેસરી તબીબી જહાજ સામગ્રી સાથે સેશેલ્સ પહોંચ્યું - મિશન સાગર

કોરોનાના રોગચાળા વચ્ચે મિશન સાગર (INS) આઈએનએસ કેસરી તબીબી જહાજ સામગ્રી સાથે સેશેલ્સ પહોંચ્યું હતું. ભારતીય નૌસેનાએ માહિતી આપી હતી કે, ભારત સરકારના મિશન સાગર હેઠળ તબીબી વસ્તુઓની સપ્લાય કરવામાં આવી રહી છે.

INS Kesari
INS કેસરી

By

Published : Jun 8, 2020, 3:08 PM IST

વિકટોરીયા : કોરોના મહામારીની વચ્ચે ભારતીય નૌસેનાનું જહાજ INS કેસરી વિદેશોમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાઇ કરે છે. ત્યારે આઇએનએસ કેસરી સેશેલ્સ પહોચ્યું હતું.

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીની વચ્ચે ભારતીય નૌસેના મિશન સાગર ચલાવી રહી છે. આ મિશનના અંતર્ગત આઇએનએસ કેસરી રવિવારે પૂર્વી આફ્રિકી દેશ સેશેલ્સ પહોચ્યું હતું. સેશલ્સના પોર્ટ વિક્ટોરિયામાં પ્રવેશ કર્યા બાદ આઇએનએસ કેસરીએ જરૂરી આવશ્યક ચિકિત્સા વસ્તુઓનો માલ પહોચાડ્યો હતો.

આપને જણાવી દઇએ કે, મિશન સાગર વડાપ્રધાન મોદીના SAGAR (સાગર)ના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. સાગરનો અર્થ એ છે કે, આ ક્ષેત્રમાં બધા માટે સલામતી અને વિકાસ છે.

ABOUT THE AUTHOR

...view details