2 ઓક્ટોબરે જાહેર કરશે ઉમેદવારોની યાદી
સન્માન રેલીમાં સંબોધન કરતા પૂર્વ મુખ્યપ્રધાન ઓપી ચૌટાલાએ કહ્યું હતું કે, ઈનેલો પોતાના ઉમેદવારોની યાદી 2 ઓક્ટોબરના રોજ જાહેર કરશે. આ સાથે જ આ વખતે ઈનેલોએ મહત્વનું પાસુ ફેંકતા 33 ટકા ટિકિટ મહિલાઓને આપવાની જાહેરાત પણ કરી છે.
હરિયાણા ચૂંટણી: 2 ઓક્ટોબરે ઈનેલો જાહેર કરશે ઉમેદવારની યાદી - ભાજપ પર ઓપી ચૌટાલાનું નિશાન
કૈથલ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવા સમયે દરેક પાર્ટી ચૂંટણીના આ મેદાનમાં કૂદી પડી છે. જો વાત કરીએ ઈનેલોની (ઈન્ડિયન નેશનલ લોકદળ) તો બુધવારે કૈથલથી ચૂંટણી પ્રચારની શરુઆત કરી છે. દરમિયાન અહીં મંચ પરથી ઓપી ચૌટાલાએ જાહેરાત કરી હતી કે, આ ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત 2 ઓક્ટોબરના રોજ થશે.
ઈનેલો કરશે સ્વામીનાથન રિપોર્ટ લાગૂ
આ સાથે જ ઓપી ચૌટાનાએ એવી પણ જાહેરાત કરી કે, ઈનેલોની સરકાર બનશે તો સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગૂ કરશે. સાથે સાથે તેમણે ખેડૂતોને સુવિધાઓ અને વ્યાપારીઓને સુરક્ષા આપવાની પણ જાહેરાત કરી છે.
ભાજપ પર ઓપી ચૌટાલાનું નિશાન
ભાજપ પર પ્રહારો કરતા ઓપી ચૌટાલાએ કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવ્યા પહેલા તમામને 15-15 લાખ રુપિયા આપવાની વાત કરતા હતા, જે ફક્ત એક ચૂંટણી સ્ટંટ હતો. જ્યારે સરકાર બની તો ભાજપ પોતાના વાયદા ભૂલી ગઈ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશમાં એવા કાયદા બનાવવામાં આવ્યા છે કે, જનતાના પૈસા ડૂબી રહ્યા છે.