ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેપી બીમારીઓ ફેલાય તેવો સમય આવી રહ્યો છે - Infectious diseases round the Corner

હવે માત્ર સ્વ-સંભાળ જ તમને મદદરૂપ થઈ શકશે !!

ો
ચેપી બીમારીઓ ફેલાય તેવો સમય આવી રહ્યો છે

By

Published : Jun 30, 2020, 10:54 PM IST

હૈદરાબાદઃદેશભરમાં દરરોજ કોરોનાવાયરસ તેનું ભયાનક સ્વરૂપ તીવ્ર અને અત્યંત ઝડપથી ફેલાવી રહ્યો છે. અને હવે, ચોમાસાની સિઝન આવતાં લોકો સમક્ષ મેલેરિયા, ફિલારિયા, ડેન્ગ્યુ વગેરે જેવી અન્ય હવા અને પાણીજન્ય સંક્રામક બીમારીઓનો ભય પણ સર્જાયો છે. આ સમયે લોકોએ અત્યંત સાવચેત રહેવું પડશે. તેલંગાણામાં કોરોના વાયરસ સામે લડત આપી રહેલા ડોક્ટરો અને પોલીસને અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે પણ આ વાયરસથી ચેપગ્રસ્ત બની જવાની ચિંતા છે અને તેના કારણે સામાન્ય નાગરિકોમાં વધુને વધુ ગભરાટ ફેલાઈ રહ્યો છે. દેશમાં લોકડાઉનનાં પ્રતિબંધો હળવાં બનવાને પગલે કોરોનાનો પ્રસાર વધ્યો છે. આવા સમયે, આપણે પ્રત્યેક વ્યક્તિ આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખીએ, સ્વયંશિસ્તથી વાયરલ તાવ કે અન્ય ચેપ ન લાગે તેનું ધ્યાન રાખીએ, અંગત સ્વચ્છતા જાળવીએ અને શરીરની રોગપ્રતિકારકતા વધારી શકે તેવો પોષક આહાર લઈએ તે અત્યંત મહત્ત્વનું છે.


જે ઘરોની આસપાસ વરસાદનું પાણી ભરાય છે, તે સ્થળો મચ્છરો અને જીવજંતુઓનો વસવાટ બની જવાની આશંકા રહે છે. ખાલી પીપડાં, ટાંકી, જૂનાં સાધનો, કૂલર્સ, સાયકલ્સ, ટુ-વ્હીલર ટાયર્સ અને ફૂલનાં કૂંડાં તેમજ તળાવોમાં વરસાદનું પાણી ભરાવાનું જોખમ છે. આ ચીજોને સાફ કરીને થોડા થોડા સમયે સૂકવવી જરૂરી છે. નહીં તો ભેજવાળી આબોહવા વધશે અને અંધારામાં મચ્છરના સંવર્ધનનું જોખમ છે. ઘરમાં પૂરતાં હવાઉજાસ હોવાં જોઈએ અને હવા તેમજ પ્રકાશ વિના અવરોધે ઘરની અંદર આવતાં હોવાં જોઈએ. ગટર અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થામાં સાવધાની લેવી જોઈએ. ખાલી શેરીઓ, ખાલી જમીન અને ઘરોની વચ્ચેના વિસ્તારોનો ઉપયોગ કરીને કોઈ પણ ભોગે કચરાના ઢગલા થતાં અટકાવવા જોઈએ. નહીં તો સ્વચ્છતાની દ્રષ્ટિએ લોકો સામે ગંભીર જોખમ ઊભું થાય છે. ચોમાસાને કારણે ઠંડું અને ભેજવાળું હવામાન હોય છે અને તેનાથી ફૂગના ચેપો ફેલાવાની શક્યતા વધે છે. ત્વચાના રોગો પણ ફેલાઈ શકે છે. ન્યુમોનિયા, અસ્થમા અને સાયનસ જેવી લાંબા ગાળાની બીમારીઓ આબોહવા પરિવર્તનને કારણે જોવા મળે તેવી વધુ સંભાવના હોવાથી સાવધાનીનાં પગલાં લેવાં જોઈએ. જો કોઈ વ્યક્તિને શરદી, તાવ કે કફ બે કે ત્રણ દિવસથી વધારે સમય રહે તો તેણે તાત્કાલિક ડોક્ટરને કન્સલ્ટ કરવા મહત્ત્વપૂર્ણ છે. આ લક્ષણો લક્ષણવિહીન જીવલેણ કોરોના વાયરસના પ્રારંભિક લક્ષણો છે. એનું કારણ છે કે મોટા ભાગના કેસોમાં વાયરસ કોરોનાનાં કોઈ જ લક્ષણો દર્શાવ્યા વિના ફેલાય છે. જો લક્ષણો વહેલાં દેખાય તો તાત્કાલિક સારવાર થઈ શકે છે. વરસાદની સિઝનમાં પીવાનું પાણી અને ખોરાક ચોક્સાઈપૂર્વક લેવાં જોઈએ. બીમારીઓને દૂર રાખવા માટે પાણી નિશ્ચિતરૂપે ઉકાળી, ઠંડું કરી અને યોગ્ય રીતે ગાળ્યા બાદ જ વાપરવું જોઈએ. અતિસાર (ઝાડા), ટાઇફોઇડ, કમળો અને કોલેરા જેવા રોગો દૂષિત પાણી પીવાથી કે દૂષિત ખોરાક ખાવાથી થાય છે. ભોજનમાં ગરમ અને તાજો આહાર જ લેવો જોઈએ. દૂષિક ખોરાક ખાવાથી ઉલટી અને ઝાડા થઈ શકે છે. કોલેરા અને અતિસાર જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. શાકભાજી અને ફળફળાદિ રાંધતાં પહેલાં બરાબર ધોવાં જોઈએ. પીવાનાં પાણી અને ખોરાકની સંભાળ લેવા ઉપરાંત વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતા, સ્વ-સંભાળ અને આરોગ્ય બાબતે શિસ્ત મહત્ત્વપૂર્ણ છે.


તમે જેટલીવાર બહાર જાવ, એટલીવાર હાથ અને પગ ધોવાની આદત પાડવી જોઈએ. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ રોજિંદા જીવનનો હિસ્સો બનવાં જોઈએ. ઉજવણી માટેનાં ભોજન સમારંભો અને મેળાવડા જેવા સામુહિક કાર્યક્રમો હાલના સમયમાં ટાળવા સલાહભર્યું છે. આકસ્મિક બેઠકો કે મેળાવડા મર્યાદિત સંખ્યામાં જ યોજવા જોઈએ. ભોજનસમારંભો, જૂથના મિલનસમારંભો, ઓફિસ તેમજ કામકાજનાં અન્ય સ્થળોએ મીટિંગ્સ મર્યાદિત - નિયંત્રિત કરીને વાયરસનો ફેલાવો અટકાવી શકાય છે. શાકભાજી કે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદતી વખતે શારીરિક અંતર જાળવવાથી તેમજ લક્ષણો ધરાવતા લોકોથી દૂર રહેવાથી, વાયરલ તાવ અને અન્ય ચેપી બીમારીઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ફેલાતા અટકાવવામાં સહાયરૂપ બની શકે છે. હોસ્પિટલો અને તબીબી સવલતો ઉપર વધતા જતા દબાણને ધ્યાનમાં રાખીને સ્વ-સંભાળ, પોષણ અને સ્વચ્છતા તેમજ સેલ્ફ-આઈસોલેશન વાયરસનું પ્રસરણ મર્યાદિત કરી શકે છે. જીવનશૈલીને લગતી બીમારીઓ ધરાવતા લોકોએ યોગ્ય સમયે દવા-ઉપચાર કરી લેવાં જોઈએ, આહારને લગતી સલાહને યોગ્ય રીતે અનુસરવું જોઈએ અને શક્ય હોય તો પોતાને બીમારી સામે સુરક્ષિત બનાવવા યોગ અને ધ્યાન કરવાં જોઈએ. જો કોવિડ-19 બીમારી હોવાનું નિદાન થાય તો પણ યાદ રાખવું કે યોગ્ય પગલાં લઈને આ બીમારીને હંફાવી શકાય છે અને આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના તબીબી નિષ્ણાતની સલાહને અનુસરવું જોઈએ.

- ડૉ. જીવીએલ વિજયકુમાર
(લેખક - ભૂસ્તરવિજ્ઞાનના નિષ્ણાત)

ABOUT THE AUTHOR

...view details