ઈંદોર: ઓદ્યોગિક ક્ષેત્ર ગણાતા પાલડામાં ઘણા કારખાનાઓ અને મોટા ઉદ્યોગો છે, છેલ્લા 9 વર્ષથી અહીંના ઉદ્યોગપતિઓ સતત રસ્તો બનાવવાની માગ કરી રહ્યા છે. પરંતુ તેમની માગ સાંભળવામાં આવી નથી. જેના કારણે ઉદ્યોગકારોએ સતત તેનો વિરોધ કરી રહ્યા છે. ઇંદોરમાં ચોમાસા પહેલાના વરસાદને કારણે આ વિસ્તારમાં કાદવ થઈ ગયો છે. જેના કારણે ઉદ્યોગકારો તેમના ફેક્ટરીમાં પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા.
રસ્તાની સમસ્યાનું નિરાકરણ ન આવતા ઇંદોરમાં ઉદ્યોગકારોએ અનોખી રીતે વિરોધ કર્યો
ઈન્દોરના પાલડા ક્ષેત્રના ઉદ્યોગપતિઓએ રસ્તાના બાંધકામોની સમસ્યાથી પરેશાન થઈને એક અનોખુ પ્રદર્શન કર્યું હતું, તે વિસ્તારના તમામ ઉદ્યોગપતિઓ તેમની ઓડી કાર મૂકીને બળદ ગાડાથી તેમના કારખાના સુધી પહોંચ્યા હતા. ઈન્દોરમાં વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં કાદવ થઈ ગયો હતો. ઉદ્યોગકારો સતત તેનો વિરોધ કરી રહ્યા છે.
જેનાથી પરેશાન ઉદ્યોગકારોએ કારખાને જવા માટે બળદ ગાડાનો આશરો લીધો અને તેમની ગાડીઓ વિસ્તારની બહાર ઉભા કરી અને કારખાનામાં બળદ ગાડા દ્વારા પહોંચ્યા, આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો માગ કરી રહ્યા છે કે, છેલ્લા 9 વર્ષથી તેઓ રસ્તો બનાવશે વહીવટીતંત્રને સતત પત્ર લખી રહ્યા હતા, પરંતુ ન તો પાલિકાના વહીવટીતંત્રે તેમની સમસ્યાનું ધ્યાન આપ્યું છે, હવે આગામી સમયમાં વધુ વરસાદની સંભાવના છે, તેથી સમસ્યાઓ વધુ વધી જશે.
ઈંદોરમાં પ્રિ-મોન્સૂનને લીધે, ઘણા વિસ્તારોમાં આવી સમસ્યાઓ ઉભી થઈ છે, ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ના બનવાને કારણે લોકોને આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.