ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્દોરમાં મેડિકલ ટીમ પર ફરી એકવાર હુમલો, સર્વે માટે ગઈ હતી ટીમ - કોરનામા લોકડાઉનની શરતો

ઈન્દોરમાં સર્વે કરી રહેલી સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર ફરી એકવાર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, આ હુમલો ઇરાદાપૂર્વક નથી કર્યો, પરંતુ વીડિયો બનાવવાની આશંકાએ આરોપીએ મહિલા સ્વાસ્થ્ય કર્મચારી પર હુમલો કર્યો હતો.

indore-health-team-attacked-in-indore
ઇન્દોરમાં મેડિકલ ટીમ પર ફરી એકવાર હુમલો, સર્વે માટે ગઈ હતી ટીમ

By

Published : Apr 18, 2020, 7:26 PM IST

ઈન્દોરઃ પલાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વિનોબા નગરમાં સ્વાસ્થય વિભાગની ટીમ સર્વે કરી રહી હતી. આ દરમિયાન બે પડોશીઓમા ગેરકાયદેસર દારુ બનાવી વેચવાની ફરિયાદથી પરસ્પર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે, દારૂ વેચતા આરોપી પારસએ લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી. આ સમયે સ્વાસ્થય કર્મચારીઓ આ વિસ્તારમાં સર્વે કરતા મોબાઇલ ચલાવતા હતા ત્યારે આરોપીને લાગ્યુ આ મહિલા તેમનો વીડિયો બનાવી રહી છે જેથી તેણે મહિલા પાસેથી મોબાઇલ છીનવી ભાંગી નાખ્યો હતો. આ પછી આરોપીએ મહિલા પર પણ હુમલો કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવા મહિલાઓ પલસિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની તપાસ હાથ ધરી છે પરંતુ આ ઘટનાને કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યો છે. જે રીતે શહેરમાં પોલીસ દ્વારા સખ્તાઇની વાતો કરવામાં આવી રહી હતી તે ઉપરાંત વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ વેચવાનો મુદ્દો નોંધાયો હતો.

આ પહેલા પણ તપાસ કરવા ગયેલી સ્વાસ્થ્ય ટીમ પર હુમલો થયો હતો. ત્યારે બે મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓને ઈજા થઈ હતી. સારવાર બાદ બંને મહિલાઓ બીજા દિવસે ફરીથી ફરજ પર પહોંચી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details