મધ્ય પ્રદેશઃ ઈન્દોર ક્રાઈમ બ્રાંચની ટીમે મળેલી બાતમી મળી હતી કે, આધારે ઝવેલર્સની દુકાનમાં તાળું મારીને કેટલાક શંકાસ્પદ લોકો સોનાના દાગીના વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાસે ચોરીનો માલ હોવાની સંભાવના છે.
ઈન્દોર ક્રાઈમ બ્રાંચે ઘરેણાની ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ કરી - Crime Branch
ઈન્દોર ક્રાઈમ બ્રાંચ અને ચંદનગર પોલીસે ઈન્દોરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેણાની ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ મેરેજ હોલમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

મળેલી બાતમી આધારે તપાસ કરતા ચંદન નગર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને જ્યારે તેમની સખત પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે, તેઓએ ચંદન નગર વિસ્તારના મેરેજ હોલમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ પહેલા તેમને ઘણા મેરેજ હોલમાં ચોરી પણ કરી હતી.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રોકડા 20,000 રૂપિયા, સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની ધારણા છે કે, કેટલીક વધુ મોટી ચોરી ઘટનાઓનો ભેદ પણ ટૂંક સમયમાં ખુલી શકે છે.