એક મીડિયા રિપોર્ટ મુજબ જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાઘા અને અટારી બોર્ડર પર બનેલા વ્યાપારિક ગેટ મારફતે વસ્તું મોકલવામાં આવતી હતી. અફઘાનિસ્તાન માટે ટ્રાંઝિટ વ્યાપાર પણ આ મારફતે જ થતો હતો. આ વ્યાપારમાં ટ્રકમાંથી વસ્તું ઉતારવા તથા ચડાવવા માટે પાકિસ્તાન તરફ એક હજાર તથા ભારત તરફ દોઢ હજાર મજૂરો તૈનાત રહેતા હતા. હવે આ વ્યાપાર બંધ થવાથી આ તમામ લોકો બેરોજગાર થઈ ગયા છે.
ભારત-પાક. વચ્ચે વ્યાપાર બંધ થવાથી હજારો મજૂર થયા બેરોજગાર
લાહૌર: કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ બંનો દેશો વચ્ચે વ્યાપાર પર રોક લાગી ગઈ હતી. જેને લઈ વાઘા તથા અટારી બોર્ડર પર હજારો મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે.
ians
આ બેરોજગાર બેઠેલા મજૂરો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છે, ક્યારે આ વ્યાપાર શરૂ થાય અને તેમને રોજગારી મળતી થાય. દૈનિક મજૂરી કરનારા લોકોની હાલત ઘણી કફોડી બની છે.
આ મજૂરોની સાથે સાથે કુલી પણ બેકાર બેઠા છે, કેમ કે ભારત પાક. વચ્ચે સમજૌતા એક્સપ્રેસ બંધ થતાં તેમને પણ ઘરે બેસવાનો વારો આવ્યો છે.