જોકે બોલસેનારોની પસંદગીથી કેટલીક નેણો જરૂર તણાઈ હતી કારણકે તેઓ તેમનાં અતિ જમણેરી મંતવ્યો માટે જાણીતા છે અને તેમને નારીદ્વેષી તેમજ સજાતીય સંબંધો ધરાવનારાઓથી ડરનાર તરીકે પણ ગણાવવામાં આવે છે. પૂર્વ સૈનિક અધિકારી બોલસેનારો વર્ષ 2018 સુધી બ્રાઝિલના રાજકારણમાં પ્રમાણમાં ઓછા મહત્ત્વના હતા. જો કે, તેઓ હાઉસ ઓફ ડેપ્યુટીઝમાં સતત સાત અવધિ સુધી સભ્ય હતા. જો કે, દિગ્ગજ ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ લુલા ગેરલાયક ઠરતાં, બોલસેનારો માટે ઉચ્ચ પદનો માર્ગ મોકળો થઈ ગયો. બોલસેનારોનાં ચર્ચાસ્પદ મંતવ્યો છતાં, તેમને ઉભરતા અર્થતંત્રવાળા લોકશાહી દેશના કાયદેસર ચૂંટાયેલા પ્રમુખ તરીકે બોલાવવામાં આવ્યા હતા, નહીં કે તેમની વ્યક્તિગત ક્ષમતાના આધારે.
કોઈ એમ પૂછી શકે કે આટલા બધા મોટા અને મિત્ર રાષ્ટ્રોમાંથી બ્રાઝિલ જ કેમ? આનાં કારણો શોધવા અઘરાં નથી. બ્રાઝિલે વર્ષ 2006માં ભારત સાથે સંધિ કરી છે અને તે ભારતના વ્યૂહાત્મક ભાગીદાર પૈકીનું એક છે. તે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા), આઈબીએસએ (ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા) અને G-20 જેવાં સમૂહોનું સભ્ય પણ છે. તે G-4 (બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન)ના સભ્ય તરીકે બ્રાઝિલ અને ભારતે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના વિસ્તરણ વખતે તેના કાયમી સભ્ય પદની એકબીજાની ઉમેદવારીને ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોમાં બ્રાઝિલે ત્રાસવાદ, એસડીજી અને શાંતિ પહેલો પર ભારતને હંમેશાં ટેકો આપ્યો છે.
વાણિજ્ય બાજુએ, બ્રાઝિલ મંદીની ઝપટમાં આવ્યા પછી વર્ષ 2010માં બંને ઉભરતાં અર્થતંત્રોએ વર્ષ 2010માં લગભગ એક સરખા જીડીપી સાથે, સાથે કૂચ કરી હતી અને તાજેતરમાં ભારતીય અર્થતંત્રએ પણ સુસ્તીના સંકેતો દર્શાવવાના શરૂ કર્યા હતા. જોકે બ્રાઝિલ આપણા માટે હજુ પણ અગત્યનું છે કારણકે તેની પાસે વિશ્વમાં સૌથી મોટી લોખંડનો ભંડાર છે અને તે સંકર (હાઇબ્રિડ) ઊર્જા માટે ઇથેનોલનો સૌથી મોટો સ્રોત છે. કાચા તેલના કિસ્સામાં પણ બ્રાઝિલ પાસે લગભગ 82 અબજ બેરલનો કાચા તેલનો ભંડાર છે, જે ખાડીના પ્રદેશમાં હાલ જે અનિશ્ચિત પરિસ્થિતિ ચાલી રહી છે તેને જોતાં તે પરંપરાગત ઊર્જાનો સ્રોત આપણા માટે હોઈ શકે છે.