ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાના ટેક્સાસમાં આડેધડ ગોળીબાર, 5ના મોત, 21 ઘાયલ

વૉશિંગટનઃ અમેરિકાના ટેક્સાસમાં બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરીંગ કરી હતી. આ ઘટનામાં પોલીસે જાણકારી આપી હતી કે, 5 લોકોનાં મોત થયાં છે અને 21 લોકો ઘાયલ થયા છે.

ફાઈલ ફોટો

By

Published : Sep 1, 2019, 9:47 AM IST

પોલીસના જણાવ્યાં મુજબ, ફાયરિંગની આ ઘટના મિડલેન્ડ નજીક ઓડેસા વિસ્તારમાં બની છે. બંદૂકધારીની સિનર્જી થીયેટર પાસે હત્યા કરવામાં આવી હતી. પોલીસે તેની ઉંમર 30 વર્ષ હોવાનું જણાવ્યું છે.

ઘટનાના સંબંધમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્ટીટ કરી લખ્યું હતું કે, FBI અને કાનૂન પ્રવર્તર પૂરી રીતે આ મામલાની તપાસમાં લાગી છે. તેઓએ જણાવ્યું કે, આ ઘટનાની જાણકારી તેમને એટોર્ની જનરલ વિલિયમ બર દ્વારા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટમાં પણ અમેરિકાના ટેક્સાસ અને ઓહિયોમાં બે અલગ-અલગ ગોળીબારીની ઘટના બની હતી. આ અકસ્માતમાં 29 લોકોનાં મોત થયા હતા અને 40થી નઘારે લોકો ઘાયલ થયા હતાં. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટેક્સાસ અને ઓહિયોમાં ગોળીબારીની ઘટનાઓમાં તપાસના આદેશ દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details