નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના વધતા મામલાને જોડા ઈન્ડિગો એરલાયન્સે પોતાની તમામ ફ્લાઇટોને 30 એપ્રિલ સુધી રદ્દ કરી દીધી છે. એરલાઇન્સ તરફથી જાણકારી આપવામાં આવી છે કે જે યાત્રિકોએ 30 એપ્રિલ સુધીની કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી રાખી છે તો તેના પૈસા credit shell હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
ઇન્ડિગોની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 30 એપ્રિલ સુધી રદ્દ - ઇન્ડિગોની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 30 એપ્રિલ સુધી રદ્દ
વિશ્વભરમાં કોરોના વાઇરસના વધતા મામલાને જોતા ઇન્ડિગો એરલાયન્સે પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને 30 એપ્રિલ સુધી રદ્દ કરી દીધી છે.
ઇન્ડિગોની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 30 એપ્રિલ સુધી રદ્દ
એરલાઇન્સ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જ્યારે જે યાત્રિ આ દરમિયાન સફર કરવાના હતા, તે ક્રેડિટ શેલ દ્વારા આગામી એક વર્ષમાં કોઈપણ દિવસની યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકે છે. યાત્રિકોએ જે દિવસની ટિકિટ બુક કરાવી હતી, ત્યારથી આગામી એક વર્ષ સુધીનો સમય મળશે.
ટિકિટ રદ્દ થતાં ઇન્ડિગો ભાડાની રમક ગ્રાહકના નામના એક વોલેટમાં જમા કરાવી દેશે. વોલેટનું બેલેન્સ કોઈપણ યાત્રિકો ઇન્ડિગોની વેબસાઇટ પર એડિટ બુકિંગના ઓપ્શનમાં જોઈ શકે છે.