ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભવિષ્યમાં મહિલાઓ સૈન્યની અન્ય શાખાઓમાં પણ કામ કરશે: રાજનાથ સિંહ - કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય વાયુ સેનાની તમામ શાખાઓ, સૈન્યની 8 શાખાઓ અને નૌસેનાની તમામ શાખાઓમાં મહિલાઓ કાર્યરત છે અને આગામી દિવસોમાં તેઓ સેનાની અન્ય શાખાઓમાં પણ કામ કરી શકશે.

Rajnath
Rajnath

By

Published : Mar 8, 2020, 8:46 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાની તમામ શાખાઓ, સૈન્યની 8 શાખાઓ અને નેવીની તમામ શાખાઓમાં મહિલાઓ કાર્યરત છે. સાથે જ તેમણે કહ્યું કે, 'હું તમને ખાતરી આપવા માંગું છું કે, આગામી દિવસોમાં મહિલાઓ સેનાની અન્ય શાખાઓમાં પણ કામ કરી શકશે.'

રાજનાથ મહિલા દિન નિમિત્તે નીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'વૈદિક કાળથી આપણા દેશ અને સમાજમાં મહિલાઓનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તમે ગાર્ગી, અપ્પાલા અને મૈત્રાયીનાં નામ સાંભળ્યા જ હશે. યત્રા નાર્યસ્તુ પૂજ્યંતે, રમન્તે તત્ર દેવતા… જ્યાં સ્ત્રીઓનું સમ્માન થાય છે, ત્યાં ઈશ્વર પણ વસવાટ કરે છે.

ABOUT THE AUTHOR

...view details