હૈદરાબાદઃ વિશ્વભરની સ્થાનિક સમુદાયો માટે કામ કરતા યુએનના સ્પેશિયલ અધિકારીઓએ Covid-19ને કારણે વિશ્વની સ્થાનિક જાતીઓને કેવી અસર પહોંચી શકે છે તે તરફ ધ્યાન દોર્યુ છે. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આર્થિક લાભ મેળવવા માટે કેટલાક લોકો દ્વારા સ્થાનિક જાતીના લોકોના પ્રાથમિક હકો પર તરાપ મારવામાં આવી રહી છે અને તેમની જમીન, માનવ સંસાધન અને તેમના પ્રદેશોને છીનવી લેવામાં આવ્યાં છે.
યુનાઇટેડ નેશન્સના સ્પેશિયલ ઓફિસર જોઝ ફ્રાન્સીસ્કો કેલી ટેઝીએ Covid-19ને કારણે વિશ્વભરની સ્થાનિક જાતીઓ પર પડનારી અસરને લઈને ચીંતા વ્યક્ત કરી હતી. પોતાના એક નિવેદનમાં કેલી ટેઝીએ જણાવ્યું હતું કે, મને દુનિયાના દરેક ખુણામાંથી અહેવાલો મળી રહ્યા છે કે, વિશ્વના દરેક દેશોમાં સ્થાનિક સમુદાયો પર Covid-19ની કેટલી ગંભીર અસર પડી રહી છે અને મને સતત એ વાતની ચિંતા સતાવી રહી છે કે, તેમને પડી રહેલી મુશ્કેલીઓ હંમેશા આરોગ્યને લગતી નથી હોતી.
જે સ્થાનિક સમુદાયોની જમીન છીનવાઈ રહી છે. તેઓ ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે, તેમનામાં કુપોષણનું પ્રમાણ વધી રહ્યુ છે, તેમને ચોખ્ખુ પાણી અને સ્વ્છતા નથી મળી રહી તેમજ તબીબી સુવિધાઓ આપવામાંથી પણ તેમની બાદબાકી કરવામાં આવી રહી છે. જેના કારણે તેઓને સંક્રમીત થવાનું જોખમ વધી રહ્યુ છે.
તેમણે કહ્યું હતું કે, કેટલાક દેશોમાં કટોકટીની પરીસ્થિતિને કારણે સ્થાનિક સમુદાયો વધુને વધુ હાંસીયામાં ધકેલાઈ રહ્યા છે અને તેમના પ્રદેશોનું લશ્કરીકરણ થઈ રહ્યું છે.
આર્થિક લાભ મેળવવા માટે કેટલાક લોકો દ્વારા સ્થાનિક જાતીના લોકોના પ્રાથમિક હકો પર તરાપ મારવામાં આવી રહી છે અને તેમની જમીન, માનવ સંસાધન અને તેમના પ્રદેશોને છીનવી લેવામાં આવી રહ્યા છે.