નવી દિલ્હી: ચીનના દૂતાવાસીના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે, અમુક ખાસ દેશોમાંથી સીધા વિદેશી મૂડીરોકાણ માટે ભારતના નવા ધોરણો WTOનાં ભેદભાવ ન રાખવાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે અને મુક્ત વેપારના સામાન્ય વલણની વિરૂદ્ધ છે.
ચીની અધિકારીએ જણાવ્યું કે, નવી નિતિ વધારાના અવરોધો રજૂ કરવાની પણ જી-20 જૂથમાં રોકાણ માટે મુક્ત, ન્યાયી, ભેદભાવ વિના તેમજ પારદર્શકતા માટે સર્વસંમતિથી લેવાયેલી નિર્ણયની પણ વિરૂદ્ધ છે.
ભારતે કોરોના વાઈરસ રોગચાળાને પગલે ઘરેલુ કંપનીઓના તકવાદી ટેકઓવર પર કાબૂ મેળવવા માટે ભારત સાથે જમીનની સરહદ વહેંચતા દેશોના વિદેશી રોકાણો માટે પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવી દીધી છે.
ચીનના દૂતાવાસીના પ્રવક્તા જી રોન્ગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ચોક્કસ દેશોના રોકાણકારો માટે ભારતીય પક્ષ દ્વારા વધારાના અવરોધો નિર્ધારિત WTOનાં ભેદભાવ ન કરવાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. તેમજ આ ઉદારીકરણ અને વ્યાપાર અને રોકાણની સુવિધાના સામાન્ય વલણની વિરૂદ્ધ છે.