નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના 40માં સ્થાપના દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદીએ તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. જેમાં તેમણે કહ્યું કે, દાયકાઓ સુધી નિસ્વાર્થ ભાવે પાર્ટીની સેવા કરનારા કાર્યકર્તાઓને કારણે જ ભાજપને કરોડો લોકોની સેવા કરવાની તક મળી છે.
ભાજપ સ્થાપના દિવસ પર બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યું- ભારતનું એક માત્ર લક્ષ્ય, કોરોના સામે દેશની જીત - વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના 40માં સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટી કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે કોરોના સંક્રમણને ફેલાવવાથી રોકવાના પ્રયાસોમાં જરૂરિયાતમંદોને મદદ કરવા અંગે કહ્યું હતું.
![ભાજપ સ્થાપના દિવસ પર બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યું- ભારતનું એક માત્ર લક્ષ્ય, કોરોના સામે દેશની જીત ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6681934-1072-6681934-1586157536303.jpg)
ભાજપ સ્થાપના દિવસઃ વડાપ્રધાન બોલ્યા- ભારતનું એક માત્ર લક્ષ્ય કોરોના સામે ભારતની જીત
આ ઉપરાંત પાર્ટીના સ્થાપના દિવસના પ્રસંગે વડાપ્રધાનો વીડિયોના માધ્યમથી સંબોધન પણ કર્યું હતું.
PM મોદીનું સંબોધન
- ભાજપે કાર્યકર્તાઓને એક જ મંત્ર શિખવાડ્યો છે કે, દળ બાદ દેશ. સેવા આપણા સંસ્કારમાં છે. કોરોનાના આ વિકટ સમયમાં આપણી જવાબદારી વધુ વધી જાય છે.
- આજે દેશનું લક્ષ્ય એક છે, મિશન એક છે અને સંકલ્પ એક છે- કોરોના વિરુદ્ધ લડાઇમાં જીત.
- કાલે પણ, રાત્રિના 9 વાગ્યે, 130 કરોડ દેશવાસિઓની સામૂહિક શક્તિના દર્શન જોવા મળ્યા છે. દરેક વર્ગ, દરેક ઉંમર, અમીર-ગરીબ, સાક્ષર, નિરક્ષર, તમામ લોકોએ મળીને એકજુટતાની આ શક્તિનું નમન કર્યું. જેણે કોરોના વિરુદ્ધની લડાઇમાં આપણો સંકલ્પ વધુ મજબૂત કર્યો છે.
- 130 કરોડ વસ્તી વાળા ભારત દેશે, લોકડાઉન દરમિયાન જે પ્રકારે પરિપક્વતા દર્શાવી, તે ગંભીરતા બતાવે છે. કોઈ કલ્પના પણ કરી શકતું નથી કે, આવડા મોટા દેશમાં તમામ લોકો આ પ્રકારે અનુસાશન અને સેવા ભાવનું પાલન કરી શકે.
- આપણા શાસ્ત્રોમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, समानो मंत्र. समिति. समानी. समानम् मनः सह चित्तम् एषाम्. અર્થાત આપણા વિચારો, આપણો સંકલ્પ અને આપણું હ્રદય એકજૂટ હોવું જોઈએ.
- તમામ દેશો એકજૂટ થઇને કામ કરી શકે, એ હેતુથી ભારતે સાર્ક દેશોની વિશેષ બેઠક અને G-20 દેશોના વિશેષ સમ્મેલનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
- દરેક સ્તરે એક બાદ એક એનેક નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયોને જમીન પર ઉતારવા માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે.
- કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે ભારતના અત્યાર સુધીના પ્રયાસોએ દુનિયા સામે અલગ જ ઉદાહરણ રજૂ કર્યું છે. ભારત દુનિયાના એ દેશોમાં છે, જેમણે કોરોનાની ગંભીરતાને સમજીને સમય પહેલાં લડાઇ શરૂ કરી છે.
- આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જી, પં.દીન દયાલ ઉપાધ્યાય જી, અટલ બિહારી વાજપેયી જી જેવા મહાનુભાવોએ રાષ્ટ્ર પ્રથમનો આદર્શ આપ્યો છે. આજે પણ આપણી વચ્ચે અનેક વરિષ્ઠ મહાનુભાવો છે, જે આ મંત્ર સાથે દાયકાઓ સુધી જીવ્યા છે અને આપણે શિખવ્યું છે.
- આપણી પાર્ટીનો સ્થાપના દિવસ, એક એવા સમયે આવ્યો છે, જ્યારે માત્ર દેશ નહીં, સમગ્ર દુનિયા વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહીં છે. પડકારોથી છવાયેલું આ વાતાવરણ દેશની સેવા માટે, આપણા સંસ્કાર, આપણું સમર્પણસ, આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે.