ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોના કેર, છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ નવા કેસ - gujaratinews

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8.50 લાખ નજીક પહોંચી છે. દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,46,600 કેસ નોંધાયા છે.

India's COVID
India's COVID

By

Published : Jul 12, 2020, 12:11 PM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. દેશભરમાં કુલ કોરોના કેસ 8.50 લાખ નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીથી 551 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુંઆંક 22,674 પર પહોંચ્યો છે.

બીજી બાજુ મુંબઈમાં અભિનેતા અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય અનુપમ ખેરના પરિવારમાં માતા-ભાઈ સહિત 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે.

દેશમાં રિકવરી રેટ અત્યાર સુધીમાં 62.78 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર 2.69 ટકા થયો છે. કોરોના સંક્રમણથી સૌથી વધુ 5 રાજ્યો પ્રભાવિત છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્રમાં (2,46,600) પ્રથમ સ્થાને છે, ત્યારબાદ તમિલનાડુ (1,34,226), દિલ્હી (1,10,921) ગુજરાત (40,941) અને ઉત્તરપ્રદેશ (35,092) છે.

કોરોના સંક્રમણના સૌથી વધુ મૃત્યું 10,116 મહારાષ્ટ્રમાં છે, ત્યારબાદ દિલ્હી (3,334), ગુજરાતમાં (2,032), તમિલનાડુ (1,898) અને ઉત્તરપ્રદેશમાં (913) છે.

ABOUT THE AUTHOR

...view details