નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,347 નવા કેસ નોંધાયા પછી દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 56,46,010 થઈ ગઈ છે. તો આ સાથે 1,085 વધુ લોકોના મોત થયા છે. જે બાદ મોતની સંખ્યા વધીને 90,020 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 45,87,613 લોકોને ચેપ લાગ્યો છે.
દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 56 લાખને પાર, 1 દિવસમાં 83,347 નવા કેસ - દેશમાં કોરોનાના નવા કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે એક દિવસમાં 83,347 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જેથી સંક્રમિત લોકોની સંખ્યા 56 લાખને પાર થઇ ગઇ છે. જેમાંથી 45 લાખથી વધુ લોકો સાજા થઇ ગયા છે.
દેશમાં કોરોનાના કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે એક દિવસમાં 83,347 નવી કોરોનાના કેસ સામે આવ્યા છે.જેથી સંક્રમિત લોકોની સંખ્યા 56 લાખને પાર થઇ ગઇ છે.જેમાંથી 45 લાખથી વધુ લોકો સાજા થઇ ગયા છે.આંકડાઓ મુજબ દેશમાં 9,68,377 લોકો સારવાર લઇ રહ્યા છે.