નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની મહામારીમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખથી વધારે થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 306 લોકોના મોત થયાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
ઈન્ડિયા કોરોના અપડેટ: દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી નોંધાયા - corona
ભારતમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર થઇ ગઇ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 306 લોકોના મોત થયાં છે.

ઈન્ડિયા કોરોના અપડેટ
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલી માહિતી અનુસાર દેશમાં કેરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,10,461 થઇ ગઇ છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,69,451 છે. જ્યારે 13,254 લોકોના મોત થયાં છે.
આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણની સૌથી વધારે સંખ્યા મહારાષ્ટ્રમાં જોવા મળી છે. જેમાં મહારાષ્ટ્રમાં 1,28,205 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ તમિલનાડુમાં 56,845 દિલ્હીમાં 56,746 અને ગુજરાતમાં 26,680 અને ઉતર પ્રદેશમાં 16,594 કેસ નોંધાયા છે.