નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' નામના કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ પર વીર સૈનિકોની શહાદતને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનને ભારતને હરાવવા માટે ઘણા ષડયંત્રો રચ્યા હતા. પરંતુ યુદ્ધમાં આપણા જવાનોએ તેમની તમામ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી તેમના ષડયંત્રને નિષ્ફળ કર્યુ હતું. આગળ વાત કરતાં તેમણે કોરોના અને આત્મનિર્ભરતા વિશે વાત કરી હતી.
વડાપ્રધાન મોદીના સંબોધનના મહત્વના અંશ....
- હવે કોરોનાનું જોખમ ટળ્યુ છે. છતાં પણ સૌ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.
- એક નાગરિક તરીકે સૌએ પોતાની જવાબદારી સમજીને તમામ નિયમોના પાલન કરવા જોઈએ.
- ગ્રામીએ ક્ષેત્રોએ તમામ દેશને એક નવી દિશા ચિંધી છે.
- જમ્મુથી બલવીર તરફથી આ જ પ્રયાસ કરાયો હતો. પંચાયતમાં જ સેનીટાઈઝેશનનું કામ થઈ રહ્યું છે.
- તેગાંદરબલના જૈતુના બેગમે પણ આવો જ એક નવતર પ્રયાસ કર્યો હતો. તેમણે સ્થાનિકોને ફ્રી રાશન વહેચ્યું હતું. સાથે માસ્ક અને છોડનું પણ વિતરણ કર્યુ હતું.
- અનંતનાગથી મોહમ્મદ ઈકબાલે સ્પ્રે મશીન બનાવી
- આત્મનિર્ભર ભારત માટે સમગ્ર દેશે પ્રાયસમાં થઈ રહ્યો છે. જેઆ અનેક ઉદાહર તમારી સામે છે.
- બિહારમાં મધુબની પેન્ટિગ્સનો ઉપયોગ કરીને માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.
- મણીપુરમાં વાસની બોટલ બનાવાઈ રહી છે. જે ઈકો ફ્રેન્ડલી છે.
- લેમનગ્રાસની ખેતી ઝારખંડમાં થઈ રહી છે. જેનું તેલ બજારમાં વેચાઈ રહ્યું છે.
- લેહ અને લદ્દાખના પણ આવા જ સમાચાર છે. જરદાળુ એક ફળ છે. તેની સુરક્ષા માટે એક વિશેષ મશીન બનાવવામાં આવ્યું છે. જેમાંથી ખેડુતોને સારા પૈસા મળે છે.
- કચ્છમાં ડ્રેગન ફળની ખેતી કરવામાં આવી રહી છે. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન હોય છે. તેમનો પ્રયાસ ડ્રેગનની આયાતને દૂર કરીને ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે.
- બિહારમાં મોતીની ખેતી શરૂ થઈ છે. મુઝફ્ફરપુર અને બેગુસરાઇમાં પ્રયાસો કરવામાં આવ્યા છે.
- રક્ષાબંધનમાં વોકલ ફોર વોકલે પણ જોર પકડ્યું છે,
- ભારતના લોકો સુરીનામમાં વર્ષો પહેલા ત્યાં ગયા હતા. આજે, એક ક્વાર્ટર વસ્તી મૂળ ભારતીય છે. તેની ભાષા મુખ્યત્વે ભોજપુરી છે. ત્યાંના રાષ્ટ્રપતિ આ સમુદાયના છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.
- આ પહેલા PM મોદીએ 11 મી જુલાઈએ મન કી બાત કાર્યક્રમ સંદર્ભે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, 'મને ખાતરી છે કે આપ સૌ દ્વારા થયેલા સામૂહિક પ્રયત્નોથી સકારાત્મક પરિવર્તન આવશે. જેની પ્રેરણાદાયી વાતોથી તમે વાકેફ થશો.
- વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, 'તમારે એવા પ્રયત્નોથી વાકેફ હોવું જોઈએ કે જેનાથી ઘણા લોકોના જીવન બદલાયા છે. તેમણે 26 મીએ યોજાનારી મન કી બાત લોકોને વહેંચવાની અપીલ કરી હતી.
આ પહેલા 28 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 66 મી આવૃત્તિમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોરોના વાઈરસ (કોવિડ -19) ના રોગચાળાને રોકવા માટે સાવચેત રહેવાની જરૂર પર ભાર મૂક્યો. મોદીએ કહ્યું હતું, 'અનલોકના આ સમયગાળા દરમિયાન, પ્રત્યેક વ્યક્તિએ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે - કોરોનાને હરાવવા અને દેશના અર્થતંત્રને મજબૂત અને ટેકો આપવા માટે.'
વડા પ્રધાને કહ્યું હતું, 'અનલોકના સમયગાળા દરમિયાન અમારે લોકડાઉન અવધિ કરતાં વધુ જાગૃત રહેવું પડશે અને માત્ર તકેદારી તમને કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. જો તમે અન્ય સાવચેતી ન રાખો તો પછી તમે તમારા સિવાય અન્ય લોકોને અને ખાસ કરીને વૃદ્ધો અને ઘરમાં રહેતા બાળકોને જોખમમાં મૂકશો. ''
તેમણે કહ્યું, 'કેટલાક લોકો કહે છે કે, 2020 શુભ નથી. લોકો ઇચ્છે છે કે આ વર્ષ કોઈ પણ રીતે પૂરુ થાય. પરંતુ ભારત હંમેશા વિવિધ દુર્ઘટનાઓ અને પડકારોમાં વિજય મેળવીને ઐતિહાસિક રીતે હંમેશાં ચમક્યું છે અને મજબુત બન્યું છે"