ગુજરાત

gujarat

By

Published : May 15, 2020, 11:54 AM IST

ETV Bharat / bharat

દેશમાં કોરોનાથી 2,649 લોકોના થયા મોત, સંક્રમિતોની સંખ્યા 81 હજારને પાર

દેશમાં કોરોનાનું જોખમ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 100 લોકોના મોત થયા છે. જેની સાથે મૃત્યુઆંક વધીને 2,649 સુધી પહોંચી ગયો છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 81,970 પર પહોંચી હઈ છે.

COVID-19
COVID-19

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સંક્રમણનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 100 લોકોનાં મોત થયા છે. જેની સાથે મૃત્યુઆંક વધીને 2,649 સુધી પહોંચી ગયો છે. દેશભરમાં સંક્રમિતોની સંખ્યા 81,970 છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 3967 નવા કેસ પણ સામેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે કે, દેશમાં 51,401 લોકો સારવાર લઈ રહ્યા છે, જ્યારે 27,920 લોકો ચેપ મુક્ત થયા છે અને એક દર્દી દેશની બહાર જઈ ચૂક્યો છે.

દેશમાં કોરોનાથી 2,649 લોકોના થયા મોત, સંક્રમિતોની સંખ્યા 81 હજારને પાર

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દર્દીઓના સાજા થવાનો વર્તમાન દર 33.63 ટકા છે.

દેશમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 2,649 લોકોનાં મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 975, ગુજરાતમાં 566, મધ્યપ્રદેશમાં 232, પશ્ચિમ બંગાળમાં 207, રાજસ્થાનમાં 121, દિલ્હીમાં 106, ઉત્તર પ્રદેશમાં 83, તમિલનાડુમાં 64 અને આંધ્રપ્રદેશમાં 47 લોકોનાં મોત થયાં છે.

તેલંગાણામાં 34, કર્ણાટકમાં 33, પંજાબમાં 32, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 11-11 અને બિહારમાં સાત અને કેરળમાં છ લોકોના મોત થયા છે.

રાજસ્થાનમાં વધુ 55 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત કેસની સંખ્યા વધીને 4589 થઈ ગઈ છે. જ્યારે અત્યારસુધી કુલ 125 લોકોનાં મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details