કુવૈત છોડવા મજબૂર થયા લાખો ભારતીય, જાણો શું છે પ્રવાસીઓની માગ... - પ્રવાસી મજૂર કોરોના અસર
કોરોના મહામારીના કારણે કુવૈતમાં વિદેશિયોની સંખ્યા ઘટાડવા માટે કુવૈતમાં પ્રવાસી કવોટા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. બિલના મુસદ્દાને કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. બિલમાં જણાવ્યાનુસાર, ભારતીયોની સંખ્યા કુલ વસ્તીના 15 ટકાથી વધુ ન હોવી જોઈએ. કુવૈતની વર્તમાન કુલ વસ્તી 43 લાખ છે. તેમાંથી કુવૈતીઓની વસ્તી 13 લાખ છે, જ્યારે સ્થળાંતર કરનારાઓની સંખ્યા 30 લાખ છે.
કુવૈત
By
Published : Jul 8, 2020, 2:19 PM IST
|
Updated : Jul 8, 2020, 2:55 PM IST
હૈદરાબાદઃ દુનિયાભરમાં વકરી રહેલા કોરોનાના કારણે પ્રવાસીઓને પોતાના દેશ મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે કુવૈતે પણ પોતના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને પોતાના દેશ જવાનો આદેશ કર્યો છે.
કુવૈતમાં વિદેશિયોની સંખ્યા ઘટડાવા માટે કુવૈતમાં પ્રવાસી ક્વોટા બિલમાં ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. જેને કુવૈતની નેશનલ એમ્બેસીની કાયદાકીય સમિતિ દ્વારા આ ડ્રાફ્ટને મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં જણાયું છે કે, ભારતીયોની સંખ્યા કુલ વસ્તીના 15 ટકાથી વધુ ન હોવી જોઈએ. કુવૈતની વર્તમાન કુલ વસ્તી 43 લાખ છે. તેમાંથી કુવૈતીઓની વસ્તી 13 લાખ છે, જ્યારે સ્થળાંતર કરનારાઓની સંખ્યા 30 લાખ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આઠ લાખ ભારતીયોએ કુવૈત છોડવા પડશે. કારણ કે, આ દેશમાં ભારતીય સમુદાયની વસ્તી 14.5 લાખ છે.
છેલ્લા કેટલાંક મહિનામાં કુવૈતના વડાપ્રધાન શેખ ખાલિદ અલ સબાએ પ્રવાસીઓની સંખ્યા 70 ટકાથી ઘટાડીને 30 ટકા કરવાનો પ્રસ્તાવ કર્યો હતો.
ભારતીય મિશનોમાંથી મળેલી આંકડાકીય માહિતીનુસાર, વિદેશમાં 13.62 લાખ ભારતીય રહે છે.
ખાડીના દેશમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા
ક્રમ
દેશ
ભારતીય પ્રવાસીની સંખ્યા
ટકા
1
બહેરિન
323292
3.63%
2
કુવૈત
1029861
8.75%
3
ઓમાન
779351
8.75%
4
સાઉદી અરેબિયા
2594947
29.14%
5
સંયુક્ત આરબ અમીરાત
3420000
38.14%
6
ગલ્ફ દેશોમાં કુલ ભારતીય
8903513
વિશ્વભરના કુલ પ્રવાસી ભારતીય
13619384
65.37%
ખાડી દેશમાં પ્રવાસી ભારતીય....
1970 ના દાયકામાં તેલ ઉદ્યોગમાં તેજી આવ્યા બાદ ભારતીય મજૂરો મોટી સંખ્યામાં ખાડીના દેશમાં જતા રહ્યા હતા. જેમ-જેમ આ દેશની અર્થવ્યવસ્થા તેજી આવી તેમ ત્યાં પરપ્રાંતિય મજૂરોની સંખ્યા વધતી જ રહી. આમ, પણ ખાડીના દેશમાં મજૂરોની ભારે અછત રહેતી હતી, એટલે આ દેશમાં પ્રવાસી કામદારોની નીતિ શરૂ કરવામાં આવી હતી.
ખાડીના દેશો ભારતીય અને દક્ષિણ એશિયાના દેશોના વધુ કામદારોની નોકરી કરવામાં રસ ધરાવતા હતા. કારણ કે, દક્ષિણ એશિયાના મજૂર ઓછા કૌશલ્યવાળી નોકરી માટે જલ્દી હા પાડતા હોય છે.
અહીં આશરે 70 ટકા ભારતીય નિર્માણ ક્ષેત્રમાં મજૂર, ટેકનીશીયન અને ઘરમાં કામ કરતાં નોકર અને ડ્રાઈવરનું કામ કરતાં હતા. જો કે, છેલ્લા એક દાયકાથી અત્યાધિક કુશળ પ્રવાસી આ દેશમાં આવતાં જોવા મળી રહયાં છે.