ઇંગ્લેન્ડ ટીમ નંબર-1ના સ્થાન પર હતી. પરંતુ 15 દિવસની અંદર મેચની પરિસ્થિતિ બદલાઈ હતી. કારણ કે, ઈગ્લેન્ડની ટીમે નંબર વનનો તાજ ગુમાવ્યો છે. જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં કુલ 5 મેચ રમી છે. જેમાં 1 મેચ વરસાદને કારણે રદ થઈ છે. તો ઈગ્લેન્ડની ટીમ કુલ 7 મેચમાંથી 4 મેચ જીતી અને 3 મેચમાં હાર મળી છે.
ICC વન-ડે રેન્કિંગમાં ઈગ્લેન્ડને પછાડી નંબર વનના સ્થાન પર ભારત પહોંચ્યું
સ્પોટ્સ ડેસ્ક : ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે ભારતીય ટીમના ફેન્સ પણ ટીમના પ્રદર્શનને લઈ ખુશ છે.ભારતીય ટીમે ICC વન-ડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઈગ્લેન્ડને પછાડી નંબર વનના સ્થાન પર ક્બજો કર્યો છે. ભારત પહેલા ઇંગ્લેન્ડ નંબર-1 ટીમ હતી.
ભારતીય ટીમને નંબર વનનો તાજ મળતા જ ભારતીય ટીમના મનોબળમાં વધારો થયો છે. ભારતીય ટીમનો આજના મુકાબલો વેસ્ટ ઈન્ડીઝ સાથે છે. ભારત આ મેચ જીતીને સેમિફાઇનલની પોતાની દાવેદારી મજબૂત કરવા ઇચ્છશે. ભારત કુલ 4 મેચ રમી છે. ત્યારે આજે વેસ્ટઈન્ડીઝ સામેના મુકાબલા બાદ ઈગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે મુકાબલો રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડમાં ફક્ત એક અંકનો તફાવત છે. ભારતીય ટીમનો રેન્કિંગ 123 અંક છે. જ્યારે ઈગ્લેન્ડનો રેન્કિંગ 122 અંક છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાની રેન્કિંગ જોઈએ તો 112 અંક ચોથા સ્થાન પર છે. સાઉથ આફ્રિકા પાંચમાં સ્થાન પર છે.