ન્યૂઝડેસ્ક : ઇન્ડિયા સાયન્સ વાઈરસના સીનીયર સાયન્ટીસ્ટ, જ્યોતિ શર્માં સાથેની વાતચીતમાં CCMBના ડીરેક્ટર ડૉ. રાકેશ મીશ્રાએ જણાવ્યુ હતુ કે, “આ સંશોધનથી વાઈરસની ઉત્ક્રાંતિ વીશે જાણી શકાશે કે આ વાઈરસ કેટલા ગતીશીલ છે અને તે કેટલો ઝડપથી આગળ વધી શકે છે. આ અભ્યાસ દ્વારા એ પણ જાણી શકાશે કે આ વાઈરસની ઉત્ક્રાંતિ કેટલી ઝડપથી થઈ શકે છે અને તેનુ ભવિષ્ય શું હોઈ શકે છે.”
કોઈપણ જીવાણુના DNAની સીક્વન્સ જાણવા માટે આખી જીનોમ સીક્વન્સનો અભ્યાસ કરવો જરૂરી છે.
કોરોના વાઈરસની સીક્વન્સને જાણવા માટે કોરોનાના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે અને ત્યાર બાદ તેને સીક્વન્સીંગ સેન્ટરમાં મોકલવામાં આવે છે.
દરેક ઇન્સ્ટીટ્યુટમાં 3 થી 4 લોકો સતત આખી જીનોમ સીક્વન્સ પર કામ કરી રહ્યા છે.
આગામી 3-4 અઠવાડિયામાં સંશોધનકારો 200-300 સેમ્પલ પર કામ કરી શકશે અને તેની માહિતીનો ઉપયોગ કરીને તેઓ આ વાઈરસના ભવિષ્યના વર્તન વીશે નીષ્કર્શ પર આવી શકશે.
આ પ્રયોગ માટે પુનેની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (NIV) પાસેથી પણ આ વૈજ્ઞાનિકોએ અલગ અલગ જગ્યાએથી ભેગા કરેલા વાઈરસના સેમ્પલની માંગણી કરી છે.