ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી-શામલી સહિત 10 રુટો પર 'સેવા સર્વિસ' શરૂ, પિયૂષ ગોયેલ આપશે લીલીઝંડી

નવી દિલ્હી: દિલ્હીથી શામલી સુધી 'સેવા સર્વિસ'ની સાથે આજથી ભારતીય રેલવે મહાનગરોને નાના શહેરા સાથે જોડવા માટે ટ્રેન સેવા શરુ કરવા જઈ રહી છે. રેલ્વેપ્રધાન પીયુષ ગોયલ આ ટ્રેનને લીલીઝંડી આપશે.

piyush

By

Published : Oct 15, 2019, 4:13 PM IST

આ ટ્રેનોમાં દિલ્હી, ભુવનેશ્વર, કોઈમ્બતુર, યશવંતપુર જેવી જગ્યાએથી ચાલનારી કુલ 10 ટ્રેનો છે.

નાના શહેરામાં કામ કરનાર લોકો શહેરોમાં કામ માટે આવે છે. જેમના માટે આ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. પહેલા પણ યાત્રીઓ માટે ટ્રેનો શરૂ હતી. પરંતુ, આ ટ્રેનોને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે એક અલગ પ્લાનિંગની સાથે શરૂ કરવામાં આવી રહી છે.

સેવા સર્વિસ ટ્રેન

દિલ્હી અને ઉત્તરપ્રદેશના શામલી સુધી ચાલનારી દૈનિક સેવા સર્વિસ ટ્રેન દિલ્હી જંકશનથી સવારે 8:40 થી 11:50એ શામલી પહોંચશે. ત્યાંથી પાછી બે વાગ્યે શામલીથી સાંજે 5:10 દિલ્હી પહોંચશે.

બંને દિશાઓમાં આ ટ્રેનની નિયમિત સેવા બુધવારથી શરૂ થઇ જશે. જેમાં 11 જનરલ કોચ હશે અને આ શાહદરા, ગોકલપુર, સબોલી હોલ્ટ, નૌલી, ખેકડા, બાગપર રોડ, બડૌત, કાસિમપુર ખેડી અને કાંદલા સ્ટેશનો પર રોકાઈને જશે. આ બધી ટ્રેનો અઠવાડીયામાં 6 દિવસ સુધી ચાલશે.

ABOUT THE AUTHOR

...view details