ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રેનોમાં કામગીરી સુધારવા લગાડવામાં આવશે GPS, 2022 સુધીમાં તમામ કોચમાં RFID - ટ્રેનોમાં તમામ કોચમાં RFID

ભારતીય રેલવેએ તમામ 6,000 એન્જિનોમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તે ડિજિટલ ઇન્ડિયા પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ મુસાફરો અને માલગાડીઓની કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ટ્રેનોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ઉપરાંત, ડિસેમ્બર 2022 સુધીમાં, રેલવે ટ્રેકિંગ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે તેના તમામ કોચમાં અને એન્જિનોમાં રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ (આરએફઆઈડી) નો ઉપયોગ કરાશે.

ટ્રેનો
ટ્રેનો

By

Published : Jul 24, 2020, 10:06 PM IST

નવી દિલ્હી: ભારતીય રેલવે ડિસેમ્બર 2021 સુધીમાં તમામ 6,000 એન્જિનોમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) સ્થાપિત કરશે. તે ડિજિટલ ઇન્ડિયા પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ મુસાફર અને માલસામાનની ટ્રેનની કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો લાવવા અને ટ્રેનોની સલામતી સુનિશ્ચિત કરવાનું છે.

આ સિવાય, ટ્રેકિંગ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે ભારતીય રેલવે ડિસેમ્બર 2022 સુધીમાં તેની તમામ બોગી અને એન્જિનોમાં રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ (RFID) નો ઉપયોગ કરશે. જે રેલવેને એન્જિનો અને બોગીઓની ચોક્કસ સ્થિતિને ટ્રેક કરવાનું સરળ બનાવશે.

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રેલવેએ પહેલાથી જ 2,700 ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ અને 3,800 ડીઝલ લોકમોટિવ્સમાં જીપીએસ સિસ્ટમ સ્થાપિત કરી છે.

સાથે જ યાદવે કહ્યું કે ભારતીય રેલવેએ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) સાથે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં 600 લોકોમોટિવ્સ જીપીએસથી કનેક્ટ થઈ જશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ પગલાથી ટ્રેનોમાં સુધારો થશે. તેમજ ટ્રેનોની કાર્યક્ષમતા અને સલામતીમાં પણ સુધારો થશે.

ABOUT THE AUTHOR

...view details