EMS એટલે એક્સપ્રેસ મેઇલ સર્વિસ, જે એક પ્રીમિયમ સેવા છે. આ સેવા દ્વારા લોકો તેમના દસ્તાવેજોને વધુ ઝડપથી મોકલી શકે છે. ગ્રાહકો ઇન્ટરનેટ પર મોકલેલા સામાનની માહિતી મેળવી શકે છે.
ભારતીય પોસ્ટ દ્વારા વધુ છ દેશો માટે શરુ કરાઇ 'સ્પીડ પોસ્ટ' સેવા
નવી દિલ્હી: ભારતીય પોસ્ટએ એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના છ નવા દેશો માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી છે. પોસ્ટ વિભાગે બોસ્નિયા અને હર્ઝેગોવિના, બ્રાઝિલ, ઇક્વાડોર, કઝાકિસ્તાન, લિથુઆનિયા અને ઉત્તર મેસેડોનિયામાં આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ (EMS) સેવા શરૂ કરવાની જહારાત કરી છે.
indian post
પોસ્ટ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સુવિધાથી અન્ય દેશોમાં વસતા લોકો સાથે કનેક્ટિવિટીને મજબૂત બનશે અને વ્યવસાયમાં વધારો થશે કારણ કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ઇએમએસ(EMS) એક લોકપ્રિય માધ્યમ છે.
આ દેશો માટે ઇએમએસ સેવા દેશની મોટી પોસ્ટ ઑફિસમાં ઉપલબ્ધ રહેશે. ઈન્ડિયન પોસ્ટની વેબસાઇટ અનુસાર, હાલ 100 દેશો માટે સ્પીડ પોસ્ટ સેવા ઉપલબ્ધ છે.