ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેનામાં સામેલ થયું INS ખંડેરી સબમરિન, ભારતીય નૌકાદળ થશે વધુ મજબૂત - INS ખંડેરીને સેનામાં સામેલ

મુંબઈ: ભારતીય નૌકાદળમાં 27 સપ્ટેમ્બરના રોજ પોતાની સ્વદેશ નિર્મિત કલવરી શ્રેણીની બીજી ડીઝલ- ઈલેક્ટ્રીક સબમરિન INS ખંડેરીને સેનામાં સામેલ કરાઈ. INS ખંડેરીને કારણે ભારતીય નૌકાદળ વધારે મજબૂત બનશે.

etv bharat

By

Published : Sep 27, 2019, 12:51 PM IST

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ એક સ્વદેશી સબમરિનને નૌકાદળમાં સામેલ કરશે. જે INS ખંડેરીના નામથી ઓળખાશે. કલવરી સિરિઝની આ સબમરિન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

નૌકાદળમાં વેસ્ટર્ન કમાન્ડના એક અધિકારીએ જણાવ્યું કે, ખંડેરીને સરકાર સંચાલિત મઝગામ ડૉક લિમિટેડે બનાવી છે તેમજ આ સબમરિનને અઢી વર્ષથી વધારે સમય સુધીના કઠોર પરીક્ષણોમાંથી પસાર થવુ પડ્યુ છે. નૌકાદળની તમામ ચિંતાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

આ સબમરિન 67.5 મીટર લાંબી, 12.3 મીટર ઉંચી છે અને તેનો વજન 1565 ટન છે. આમાં લગભગ 11 કિલોમીટર લાંબી પાઇપ ફિટિંગ છે અને લગભગ 60 કિલોમીટરની કેબલ ફીટિંગ્સ કરવામાં આવી છે. સ્પેશ્યિલ સ્ટીલથી બનેલી સબમરીનમાં હાઈ ટેંસાઈલ સ્ટ્રેન્થ છે જે ઉંડાણમાં જઈ કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

INS ખંડેરી સબમરિનની સૌથી મહત્વની ખાસિયત એ છે કે, તે 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે. સ્ટીલ્થ ટેક્નોલોજીની મદદથી તે રડારની પકડમાં આવશે નહીં અને કોઈપણ હવામાનમાં કામ કરવામાં સક્ષમ છે.

ABOUT THE AUTHOR

...view details